ડોક્ટરને થયો કડવો અનુભવ, કહ્યું- અઠવાડિયાથી સિવિલમાં છું, ‘ટેમ્પરેચર ચેક કરવા પણ કોઈ આવ્યું નથી, દવા પણ મારા ઘરેથી લાવ્યો’

અઠવાડિયાથી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ કામ કરી રહ્યો નથી, હું મરી જઈશ. મુઝે ઓક્સિજન ઠીક નહિ મિલ રહા હૈ. મને તાત્કાલિક ડિસ્ચાર્જ આપો. આ માગણી સાથે અમદાવાદના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તન્વી ક્લિનિક ધરાવતાં ડો. રવિને સિવિલ હોસ્પિટલ માથે લેવી પડી હતી, બબાલને અંતે ડોક્ટર કોરોનાની સારવાર માટે ગઈકાલે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. બુધવારે સોશિયલ મીડિયામાં આ સંદર્ભેનો વીડિયો વાઇરલ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સિવિલ હોસ્પિટલથી ગભરાઈ ગયેલા આ ડોક્ટર ખાનગી હોસ્પિટલે જવાની જીદ પકડે છે ત્યારે સિવિલના ડોક્ટર કહે છે કે, તમે આ રીતે ઊભા થઈને જઈ શકો નહિ, તો ખાનગી તબીબ એવા દર્દી કહે છે કે, હું સવારથી ત્રણ કલાકથી રાહ જોઈ રહ્યો છું, મારી કંડિશન શું છે એ તમને ખબર નથી, સિવિલના ડોક્ટર કહે છે કે, તમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે, તમને ઈગ્નોર તો કરાયા નથી, તો સામે ડોક્ટર કહે છે કે, મુઝે ઓક્સિજન ઠીક નહિ રહ રહા હૈ.

સારવાર લેતાં ડોક્ટર કહે છે કે, અહીંયા ક્યાં આટલા બધા દર્દીઓ છે, નીચેથી ગાડી કહે છે કે મને લઈ જવામાં નહિ આવે, સામે સિવિલ હોસ્પિટલના ડોક્ટર કહે છે કે, અહીં તમારી દરેક જાતની કેર કરવામાં આવશે, પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવશે, તો દર્દી કહે છે કે, મને અહીંયા રહેવું જ નથી, મેં ખાનગી હોસ્પિટલમાં પૈસા પણ ભરી દીધા છે, હું આઠ દિવસથી જોઈ રહ્યો છું, કોઈ કામ કરતું નથી.

‘આઠ દિવસથી મારું ટેમ્પરેચર ચેક કરવા પણ કોઈ આવ્યું નથી, દવા મારા ઘરેથી લાવ્યો’

સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીથી ત્રાસી ગયેલા એક ખાનગી ડોક્ટર સિવિલના ડોક્ટરને કહે છે કે, હું અઠવાડિયાથી મારું ટેમ્પરેચર ચેક કરવા માટે આવ્યો નથી, હું જાતે ચેક કરીને અહીં તમારી પાસે બતાવવા આવતો હતો, ત્યારે જઈને ઈન્જેક્શન,.. હું પોતે જ ઘરેથી દવાઓ લઈને આવ્યો છું. અહીંથી કોઈ દવા મેં યૂઝ કરી નથી.

કોટ વિસ્તારના એક ડોક્ટર તો સિવિલમાંથી ભાગી ગયા

સિવિલ હોસ્પિટલમાં કોટ વિસ્તારના એક ડોક્ટરને પણ કડવો અનુભવ થયો છે, આ ડોક્ટર તો બારોબાર હોસ્પિટલમાંથી ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. જોકે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો આ મામલે પોતાને કંઈજ ખબર નથી તેવું જણાવી વાતને છુપાવવા પ્રયાસ કરી રહ્યા છે. એ ડોક્ટર પણ હોસ્પિટલમાં કોઈ ખાસ સવલત ન હોવાથી ફરાર થઈ ગયા હોવાનું જણાવાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો