દેશની રક્ષા કાજે જીવ આપનારા જવાનના પરિવારને ખાવાના પણ ફાંફાં! ઘર ચલાવવા શહીદની પત્ની શાકભાજી વેચવા મજબૂર! શું આ રીતે ચૂકાવશે શહાદતનું ઋણ?

14 જાન્યુઆરીએ આતંકવાદીઓએ પુલવામામાં CRPFના જવાનો પર હુમલો કર્યો તેને એક વર્ષ થયું. દેશવાસીઓએ હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. આ વચ્ચે ઝારખંડના સિમડેગાથી એક એવી તસવીર સામે આવી છે, જે પૂરા દેશની અર્થ વ્યવસ્થાને શરમમાં મૂકી દે તેવી છે.

ઝારખંડના ગુમલા જિલ્લાના વિજય સોરંગ, જે પુલવામા હુમલામાં દેશ માટે શહીદ થી ગયા, તેમનો પરિવાર ખૂબ જ દયનીય સ્થિતિમાં જીવી રહ્યો છે. શુક્રવારે તેમની પત્ની વિમલા દેવીની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તે રસ્તા પર બેસીને શાકભાજી વેચી રહી હતી. શહીદની પત્નીની આ તસવીરને એક સોશિયલ મીડિયા યૂઝરે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ટેગ કરતાં ટ્વીટ કરી. જે બાદ હેમંત સોરેને આ અંગેની જાણકારી મેળવી હતી અને સિમડેગા જિલ્લા તંત્રને તાત્કાલિક શહીદના પરિવારને મદદ કરવા માટે આદેશ આપ્યા હતા.

મુખ્યમંત્રીએ સિમડેગાના ડેપ્યુટી કમિશનરને ટેગ કરીને લખ્યું છે કે, ‘શહીદ દેશની ધરોહર હોય છે. તેમના પરિવારને દરેક પ્રકારની મદદની સાથે સરકારી યોજનાઓનો લાભ તાત્કાલિક આપો’.

મુખ્યમંત્રી તરફથી આદેશ મળતા જ જિલ્લાના અધિકારીઓ કામે લાગી ગયા હતા અને થોડા જ સમયમાં જવાબ આપતા ડેપ્યુટી કમિશનરે મુખ્યમંત્રીને જણાવ્યું કે, ‘સર જિલ્લા તંત્ર તરફથી શહીદના પરિવારને દરેક પ્રકારની શક્ય મદદ આપવાની પહેલ કરવામાં આવી રહી છે. શુક્રવારે સવારે જ જિલ્લાના અધિકારીઓએ શહીદના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા’.

ઝારખંડના તે સમયના મુખ્યમંત્રી રઘુવર દાસે હુમલાના બે દિવસ પછી એટલે કે 16 જાન્યુઆરી 2019ના રોજ એક મહિનાનું વેતન આપવાની જાહેરાત કરી હતી. તેમના મંત્રીઓએ પણ આ વાત કહી હતી. જો કે રઘુવર સરકાર જતી રહી અને સાથે જ તેમના વાયદા પણ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો