મોરબીમાં પોલીસકર્મીની બર્થ ડે પાર્ટીમાં નિયમો નેવે મુકીને મોરબીના ધારાસભ્ય અને અધિક કલેકટર સહિતના મહાનુભાવો ગરબે રમ્યા

હાલમાં કોરોનાની મહામારીમાં લોકોમાં દહેશતનો માહોલ છે. જેમાં સરકાર દ્વારા ફરજિયાત માસ્ક, સેનિટાઇઝરનો નિયમિત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ફરજિયાત પાલન સહિત કોવિડ-19ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના પોલીસકર્મી દેવેન રબારીના જન્મદિવસ નીમીતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જેમાં આ ઉજવણીમાં તમામ લોકો ગરબે રમ્યા હતા. જેમાં કોઈ પણ જાતની મંજૂરી વિના કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. વધુમાં આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતાં જોવા મળ્યા હતા. અને આખા કાર્યક્રમમાં એક પણ વ્યક્તિ માસ્કમાં જોવા મળ્યો નહોતો. આ કાર્યક્રમમાં લોકગાયક જીગ્નેશ બારોટ પણ હાજર રહ્યો હતો અને એ પણ સૌની સાથે ગરબે રમ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર આ પોલીસ કર્મી દેવેન હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યા છે અને આ દેવેન યંગ ઇન્ડિયા ગ્રુપ નામનું NGO પણ ચલાવી રહ્યા છે. ત્યારે સામાન્ય માણસો માટે કોરોનાના કડક નિયમ જ્યારે આ મહામારીના કાયદાનો મોરબીમાં છડેચોક ઉલાળીયો જોવા મળ્યો હતો. મોરબીના સ્કાય મોલ ખાતે આવેલા હોલમાં ગત તા.27 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મોરબીમાં જે અધિક કલેકટર કેતન જોષી જાહેનામુ બહાર પાડે છે એજ અધિકારી નિયમનો ઉલાળીયો કરતાં નજરે ચઢતા આ મુદો સમગ્ર મોરબીમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યોં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો