બિહારમાં પોલીસની વર્દી એકવાર ફરી દાગદાર થઈ છે. આ મામલો કટિહાર સાથે જોડાયેલો છે. જ્યાં બરારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરારી હાટ તિરાસી ટોલામાં બુધવાર મોડી રાત્રે આપત્તિજનક સ્થિતિમાં એક પોલીસ કર્મચારીને લોકોએ મહિલા સાથે પકડ્યો. લોકોએ જ્યારે પોલીસ એએસઆઈને પકડ્યો તો તે ચડ્ડી-બંડી હાલતમાં હતો. જેને પગલે લોકો રોષે ભરાયા અને મારમાર્યો.
રોષે ભરાયેલા લોકોએ બરારી પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ અધિકારી બાલેશ્વર પ્રસાદને માર માર્યો હતો અને પોલીસ અધિકારીઓને પણ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં બરારી પોલીસ સ્ટેશનના પીઆઈ સંજય કુમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ઘણી મહેનત બાદ પોલીસ કર્મચારીને લોકોના રોષમાંથી મુક્ત કરાવ્યો હતો.
ગ્રામજનોના જણાવ્યા મુજબ પોલીસ કર્મચારી છેલ્લા ઘણા દિવસોથી પરિણીત મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ રાખી રહ્યો હતો, જેનો મહિલાના વિકલાંગ પતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. વિરોધ કર્યા પછી પણ એએસઆઈ તેની કૂટેવ બંધ કરી રહ્યો ન હતો. બુધવારે મહિલા સાથે સૌથી વાંધાજનક સ્થિતિમાં એએસઆઇને સૌથી પહેલા તેની નણંદે જોયો. નણંદે હલ્લો કરતા લોકો ભેગા થઈ ગયા અને પોલીસકર્મીને પકડી મારમારી હાથ-પગ બંધક બનાવી દીધો હતો.
મહિલાના પતિનું કહેવું છે કે, સંબંધિત પોલીસ અધિકારીએ પણ તેનો હાથ બાંધીને તેને ઘરમાં બંધ કરી દીધો હતો અને પત્ની સાથે ખોટું કામ કરતો હતો. લોકોએ બરારી પોલીસ સ્ટેશનને એએસઆઈ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવાનું જણાવ્યું છે, સંબંધિત એએસઆઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
લોકોને સમજાવ્યા બાદ આરોપી પોલીસ કર્મીને લોકોના રોષમાંથી મુક્ત કરી બરારી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. અધિકારી વિકાસ કુમારે જણાવ્યું હતું કે, આરોપી મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી પોલીસ સ્ટેશન પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા પછી, જો જરૂર પડે તો પ્રશાશનિક કાર્યવાહીની પણ ભલામણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ એક આવી ઘટના જાલોરથી સામે આવી હતી. જેમાં એક 55 વર્ષિયપોલીસ અધિકારીએ પ્રેમમાં કાયદાનું ભાન ભુલી જઈ પ્રેમિકાને પ્રતિબંધીત રેતીનું ટ્રેક્ટર મકાન બનાવવા મોકલી આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..