આખી દુનિયા જ્યારે કોરોના વાયરસનાં ડરનાં કારણે મળવાનું અને ભેગા થવાનું બંધ કરી ચુકી છે ત્યારે આવા સમયે નિઝામુદ્દીન મરકઝમાં જમાતીઓ ગ્રુપમાં બેસીને ચર્ચા કરી રહ્યા હતા. દિલ્હી પોલીસનાં હવાલેથી મરકઝનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. 26 માર્ચની સાંજનો આ વિડીયો જણાવે છે કે તે સમયે અહીં મોટી સંખ્યામાં લોકો અંદર જામ્યા હતા. લોકો ગ્રુપ્સમાં બેઠા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગને ફોલો કરી રહ્યા નહોતા.
પોલીસે માંડ સમજાવ્યા અને આપી ચેતવણી
આ પહેલા પણ પોલીસે એક વિડીયો જાહેર કર્યો હતો જેમાં એસએચઓ નિઝામુદ્દીન મુકેશ વાલિયા મરકઝ તબલીગી જમાતનાં પ્રબંધનની સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. એસએચઓ ચેતવણીની સાથે સાથે સમજાવી રહ્યા છે કે મરકઝમાં ભીડ ના લગાવો. જે લોકો છે તેમને તરત જ અહીંથી આઉટ કરી દો. જો તમે લોકો અમારી વાત નથી માનતા તો ઠીક નહીં થાય.
#WATCH Delhi: Inside visuals from 26th March 2020, of Markaz building in Nizamuddin. A religious gathering was held here that violated lockdown conditions & several #COVID19 positive cases have been found among those who attended it. (Video Source: Delhi Police) pic.twitter.com/CMHEzDPOXc
— ANI (@ANI) April 1, 2020
મરકઝનાં કારણે વધ્યા દેશમાં કોરોનાનાં કેસ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણનાં 386 નવા કેસ સામે આવ્યા છે. આમાંથી એકલા 164 કેસ સીધા દિલ્હીનાં નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી ગતિવિધિઓમાં ભાગ લેનારા લોકો સાથે જોડાયેલા છે. હજુ અનેક સેમ્પલ્સનાં રિપોર્ટ આવવાના બાકી છે. ચિકિત્સા કર્મચારીઓની મદદથી 36 કલાકનાં ઑપરેશન બાદ સવારે 4 વાગ્યા સુધી આખી બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી, જેમાં 2361 લોકો મળી આવ્યા હતા, જેમાંથી 617 હૉસ્પિટલોમાં ભરતી કરાવવામાં આવ્યા છે અને બાકી તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
મરકઝમાં સામેલ થયેલા લોકો ક્યાં ગયા? રેલવે લાગ્યું તપાસમાં
તબલીગી જમાત પર મહામારી અધિનિયમની જોગવાઈઓ અને આઈપીસીની કલમ 120 બીનાં ઉલ્લંઘન હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ મરકઝ પ્રમુખની સાથે સાથે સાદ સાદ કંધાલવી સાથે પણ પુછપરછ કરી રહી છે. અત્યારે એ લોકોની શોધ કરવામાં આવી રહી છે જે મરકઝનાં કાર્યક્રમમાં સામેલ થઇને પોત-પોતાના ઘરે પરત ફરેલા જમાતીઓનાં સંપર્કમાં આવ્યા હતા. રેલવે આ અત્યંત પડકારજનક કામમાં લાગી ગયું છે. રેલવે એ 5 ટ્રેનોનાં યાત્રીઓને શોધવામાં લાગ્યું છે જેમાં જમાતીઓએ દિલ્હીથી પોત-પોતાના ગંતવ્ય સ્થળ સુધી સફર કરી હતી.
મલેશિયામાં તબ્લિક જમાતના 620 લોકો કોરોના પોઝિટિવ, પાકિસ્તાનમાં આવા 36 દર્દી
દિલ્હીમાં તબ્લિગી જમાતના મરકજમાં સામેલ થયેલા લોકો દ્વારા મલેશિયા અને પાકિસ્તાનમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. અમેરિકન છાપા ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના રિપોર્ટ પ્રમાણે, મલેશિયામાં ગત દિવસોમાં તબ્લિગી જમાતના સમ્મેલનમાં ગયેલા 620 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. જેમાથી 15 અલગ અલગ દેશોના લોકો છે. સમ્મેલનમાં સામેલ થયેલા બે લોકો પેલેસ્ટાઈન ગયા હતા. બે પાકિસ્તાનના લાહોરમાં ગયા હતા. તે વખતે બે વ્યક્તિ કિર્ગિસ્તાન ગયા હતા. ત્યાં ઘણા લોકો સાથે મુલાકાત કર્યા બાદ બન્ને પોઝિટિવ મળ્યા હતા. તો બીજી બાજું લાહોર ગયેલા બન્ને લોકોમાંથી ઘણા લોકોને સંક્રમણ થયું હતું. અહીંયાથી સંક્રમણ પાકિસ્તાનના સૌથી સમુદ્ધ પ્રાંત પંજાબમાં પહોંચ્યું છે. પાકિસ્તાનના સૌથી વધારે 748 સંક્રમિત પંજાબમાં જ છે. સાથે જ પાકિસ્તાની છાપા ‘ડોન’ના રિપોર્ટ પ્રમાણે, સિંધના હૈદરાબાદમાં કુલ 43 લોકો સંક્રમિત છે, જેમાંથી 36 તબ્લિગી જમાતના આયોજનમાં ગયા હતા.
દેશના 22 રાજ્યોમાં સંક્રમણનું જોખમ
મરકજમાં 1 થી 15 માર્ચ વચ્ચે થયેલા કાર્યક્રમમાં દેશ-વિદેશથી 5 હજાર કરતા વધારે લોકો સામેલ થયા હતા. પરંતુ તેમ છતા લગભદ 2000 કરતા વધારે લોકડાઉન છતા અહીંયા રોકાયા હતા, જ્યારે મોટાભાગના લોકડાઉન પહેલા જ તેમના પાછા ચાલી ગા હતા. અહીંયાથી સંક્રમણનું ક્નેક્શન દિલ્હી સહિત દેશના 22 રાજ્યો સાથે જોડાયેલું છે. જેમાં તમિલનાડું, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આસામ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, પુડ્ડુચેરી, કર્ણાટક, આંદામાન નિકોબાર, આંધ્રપ્રદેશ, શ્રીનગર, દિલ્હી , ઓરિસ્સા, પશ્વિમ બંગાળ, હિમાચલ, રાજસ્થાન, ગુજરાત, મેઘાલય, મણિપુર, બિહાર, કેરળ અને છત્તીસગઢ સામેલ છે. અહીંયાથી નીકળેલા લોકોની તપાસમાં આ રાજ્યોમાં અભિયાન છેડવામાં આવ્યું છે. જેમાંથી ઘણા લોકોને ટ્રેસ કરી લેવાયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે મરકજથી ગયેલા લોકમાંથી અત્યાર સુધી 378 કોરોના પોઝિટિવ મળી ચુક્યા છે. સંખ્યા સતત વધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..