સુરતના કતારગામ વિસ્તારમાં હીરાના કારખાના અને ઓફિસો શરૂ હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે સુરત મહાનગરપાલિકાની ટીમ અને કતારગામ પોલીસ દ્વારા ઓફિસો અને યુનિટો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન યુનિટોમાં કર્મચારીઓ કામ કરતા જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રિપોર્ટ અનુસાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને બાતમી મળી હતી કે, કતારગામ વિસ્તારમાં આવેલા CV ઈમ્પેકસ નામના હીરાના યુનિટમાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેથી પોલીસ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ હીરાના યુનિટમાં દરોડો કર્યો હતો, તે સમયે આ યુનિટમાં અંદાજે 200 જેટલા કર્મચારીઓ કામ કરતા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે પોલીસે કારખાનાના સંચાલકની સામે ગુનો દાખલ કરીને તેને દંડ ફટકારવાની કામગીરી કરી શરૂ કરી હતી. તો બીજી તરફ હીરા યુનિટના સંચાલકે બેદરકારી ભર્યો જવાબ પણ આપ્યો હતો. સંચાલકનું કહેવું છે કે, માત્ર હીરા ઉદ્યોગને જ કેમ બંધ કરવામાં આવ્યો છે. બાકીના ઉદ્યોગો તો શરૂ છે.
કારખાનાના સંચાલકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારે થોડું કામ હતું એટલા માટે મેં થોડા કર્મચારીઓને બોલાવ્યા હતા. મને સાહેબે આવીને કહ્યું હોય કે, તમે ઓફીસ બંધ કરી દો તો હું મારી ઓફિસ બંધ કરી દેત. મને કર્મચારીઓએ રીક્વેસ્ટ કરી હતી કે, તમે અમને થોડું કામ આપો એટલે યુનિટ શરૂ કર્યું. વાત એમ છે કે, ડાયમંડ ઉદ્યોગ જ બંધ કરવાનો, બાકી બધા ઉદ્યોગ શરૂ છે અને બધા લોકો રખડે છે. બીજાના ધંધામાં સંક્રમણ નથી થવાનું માત્ર હીરામાં જ સંક્રમણ થવાનું છે. લોકડાઉન કરવું છે, તો આખો દેશમાં લોકડાઉન કરી દો. હું ખોટું કરતો હોય તે મને ખબર નથી.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોના વાયરસનો કહેર વધવાના કારણે સુરતના હીરા ઉદ્યોગને સાત દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. અનલોક-1માં હીરા ઉદ્યોગને શરૂ કરવા માટેની છૂટ આપવાના કારણે હીરા ઉદ્યોગ શરૂ થયો હતો. ત્યારબાદ હીરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું હતું. થોડા દિવસોમાં હીરા ઉદ્યોગ કોરોનાનો હોટસ્પોટ જાહેર થાતા તંત્રએ હીરા ઉદ્યોગને સાત દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સુરતમાં કોરોનનું સંક્રમણ વધવાના કારણે આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતી રવિ પણ સુરતમાં અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે અને કોરોનાગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..