વડોદરા શહેર પોલીસ તંત્રના એમટી વર્કશોપમાં ફરજ બજાવતા પોલીસકર્મીના પુત્ર (police employee 23 year old son suicide) નિરજ પવારનો ઉંડેરા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે આપઘાત કરવા નીકળેલો 23 વર્ષનો યુવાન ‘હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું, મારી મમ્મીને સાચવજો’ તેવી ચિઠ્ઠી (Suicide note) લખીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તેને ઉંડેરા ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી લીધી હતી. જોકે, મંગળવારે આખો દિવસ શોધખોળ કરતા રાત સુધી પણ યુવાન મળ્યો નહોતો. બીજા દિવસે એટલે બુધવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જે બાદ પોલીસ પરિવારમાં જાણે પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ છવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તળાવ પાસેથી યુવાનના ચપ્પલ મળ્યા હતા
વડોદરા શહેરના પોલીસ તંત્રના એમટી વર્કશોપમાં ASI તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનાથ પવારને જાણ થતાં તેઓ તરત જ તળાવ પર પહોંચી ગયા હતા. ટી.પી. 13 ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરાતા તેમની ટીમ પણ તરત જ ત્યાં પહોંચી ગઇ હતી. જે બાદ તળાવમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી હતી. પોલીસને તપાસમાં તળાવના કિનારેથી તળાવમાં લાપતા થયેલા યુવાનના ચપ્પલ મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કર્યાં હતા. રાત સુધી યુવાનનો કોઇ પત્તો મળ્યો નહોતો. જોકે, આજે બીજા દિવસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. નિરજ માનસીક રીતે તણાવ હેઠળ હોવાનું તેના પરીવારજનોએ પોલીસ સમક્ષ જાહેર કર્યુ છે.
યુવાન એટીએમ કાર્ડ લઇને ગયો હતો
ફાયરબ્રિગેડ દ્વારા જાણવા મળ્યા મુજબ, પોલીસ દ્વારા દિવાળીપુરા CCTVની તપાસ કરતાં નિરજ દિવાળીપુરા સર્કલ સુધી જતાં દેખાય છે પરંતુ આગળના સીસીટીવીમાં દેખાતો નથી. તે પોતાની સાથે એટીએમ કાર્ડ પણ લઈ ગયો હતો. હાલ આ આપઘાત પાછળનું કોઇ કારણ સામે આવ્યું નથી. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે.
શહેર નજીક ઉંડેરા, ગાયત્રી સોસાયટીમાં રહેતાં લક્ષ્મીનારાયણભાઈ પવાર અત્રેના પ્રતાપ નગર લાલબાગ રોડ ખાતેના પોલીસ તંત્રના એમ.ટી. સેકશનમાં નોકરી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..