દવા અને સર્જરી વગર પોઈન્ટ થેરપી દ્વારા માઈગ્રેન, બીપી, ડાયાબીટિઝ જેવી 40 બીમારીઓની સારવાર કરી શકાશે

માનસિક તણાવ, માથામાં દુખાવો, માઈગ્રેન, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો, બીપી, ઓસ્ટિયો ઓર્થરાઈટિસ, સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ અને ઈન્સોમ્નિયાઅને ડાયાબીટિઝ જેવી 40 બીમારીઓની દવા અને સર્જરી વગર સારવાર કરી શકાય છે. આ પદ્ધતિ છે પોઈન્ટ થેરપી. રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થામાં આ સારવાર ઉપલબ્ધ છે. સંસ્થાના જણાવ્યા અનુસાર હાલમાં જયપુરમાં બે દિવસીય વર્કશોપ યોજાઈ હતી. જેમાં માત્ર રાજસ્થાનના જ નહીં પરંતુ અન્ય રાજ્યાના ડોક્ટરો પણ આવ્યા હતા અને આ થેરપી શીખ્યા હતાં.

પોઈન્ટ થેરપી શું છે

શરીરમાં 107 એવા પોઈન્ટ હોય છે, જે કોઈને કોઈ અંગ સાથે જોડાયેલ છે. પોઈન્ટ થેરપીમાં માત્ર તે બિંદુને દબાવવા માત્રથી જ સારું થઈ જાય છે. અહીં સર્જરી કરાવવાની જરૂર નથી પડતી. તેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી થતી.

આ થેરપીથી વર્ષ 2014માં 652 દર્દીઓ સાજા થયાં હતાં, જ્યારે વર્ષ 2015માં 723, 2016માં 793 અને 2017માં 821 અને 2018માં 776 દર્દીઓની સારવાર કરીને તેમને સાજા કરવામાં આવ્યા હતા. તેમજ 2019માં અત્યાર સુધીમાં 1001 દર્દીઓની સારવાર કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો