“જે લોકડાઉન તોડે તેને ગોળી મારો” આ દેશના રાષ્ટ્રપતિએ આપ્યો આદેશ

કોરોનાનો કેર એ રીતે ફેલાયો છે કે લોકો કંઇ પણ કહી રહ્યા છે અને કરી રહ્યા છે. હવે આ રીતનું જ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે, તે પણ એક દેશના રાષ્ટ્રપતિનું. જેમાં તે દેશના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, જે પણ કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનનું પાલન નહીં કરે, તેને તાત્કાલિક ગોળી મારી દો. આ દેશના રાષ્ટ્રપતિએ તેમની સરકાર, પોલીસ અને પ્રશાસનને કહ્યું છે કે જે પણ કોરોના વાયરસ માટે લગાવવામાં આવેલ લોકડાઉનનું પાલન નહીં કરે, કોઈ મુશ્કેલી પેદા કરે તો તરત તેને ગોળી મારી દેવામાં આવે. આ દેશના રાષ્ટ્રપતિએ તેમના સુરક્ષાદળોને કહ્યું છે કે, આ સંપૂર્ણ દેશ માટે ચેતવણી છે. આ સમયમાં સરકારના આદેશોનું પાલન કરવામાં આવે. કોઈપણ સ્વાસ્થ્યકર્મી, ડૉક્ટરોને નુકસાન પહોંચાડવામાં આવે નહીં. તે એક ગંભીર ગુનો રહેશે. માટે હું પોલીસ અને સુરક્ષાદળોને આદેશ આપું છું કે જે પણ લોકો લોકડાઉનમાં સમસ્યા ઊભી કરે તેને તરત ગોળી મારી દેવામાં આવે.

આ પેહલીવાર નથી જ્યારે આ દેશના રાષ્ટ્રપતિએ તેમના દેશવાસીઓને ગોળી મારવાનો આદેશ આપ્યો છે. આ પહેલા પણ 2016-17માં રાષ્ટ્રપતિએ ડ્રગ ડિલર્સને કોઈપણ કાયદાકીય કાર્યવાહી વિના ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ દેશમાં હાલમાં 2311થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે 96 લોકોના મોત થયા છે.

12 માર્ચની આસપાસ આ દેશના રાષ્ટ્રપતિએ પણ કોરોના વાયરસની તપાસ કરાવી હતી. જે નેગેટિવ આવી હતી. સાવચેતીના રૂપમાં તેઓ સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યા ગયા હતા. આ ઉપરાંત આ દેશની સંસદ અને કેન્દ્રીય બેંકોને પણ ક્વોરેન્ટિન કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિના પ્રવક્તા સેલ્વાડોર પનેલોએ કહ્યું હતું કે, અમારા સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા પર આ રીતના પગલા લેવામાં આવી રહ્યા છે.

આ દેશનું નામ છે ફિલીપીંસ. ફિલીપીંસના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ તેમની સરકાર, પોલીસ અને પ્રશાસનને કહ્યું છે કે જે પણ કોરોના વાયરસ માટે લગાવવામાં આવેલ લોકડાઉનનું પાલન નહીં કરે, કોઈ મુશ્કેલી પેદા કરે તો તરત તેને ગોળી મારી દેવામાં આવે. ફિલીપીંસની સરકારના સાંસદો અને અધિકારીઓ પણ સેલ્ફ આઈસોલેશનની રીત અપનાવી છે. દરેક લોકોએ તેમની તપાસ કરાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો