ખેડૂતો માટે લોકલ લોકો બન્યાં વોકલ: પેટ્રોલ પંપ માલિક પ્રદર્શનકારીઓને ડીઝલ-પેટ્રોલ મફતમાં આપી રહ્યાં છે, રૂમ-વોશરૂમ પણ ખોલી દીધા

કોઈ પણ કામમાં સફળતા માત્ર ત્યારે જ મળે છે, જ્યારે તમારી આજુબાજુના લોકો એટલે કે સ્થાનિક લોકો તમારા વ્યવસાય કે પ્રવૃતિઓને સમર્થન આપતા હોય. નિશ્ચિત રીતે સ્થાનિક લોકો તમારા વ્યવસાયને સમર્થન ત્યારે જ આપે છે, જ્યારે તમે તેમના માટે આવકની તક ઊભી કરો છો. પરંતુ રસપ્રદ રીતે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો માટે લોકલ લોકો વોકલ બની ગયા છે, તેમને થતી રોજબરોજની આવકમાં ઘણું નુકસાન થઈ રહ્યું હોવા છતાં તેઓ પ્રદર્શનકારીઓને સમર્થન આપી રહ્યાં છે.

NH-44 પર બનેલી સેંકડો દુકાનો અને મોલના દુકાનદારો માટે દિલ્હીથી ચંદીગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ અને જમ્મુ કાશ્મીર વચ્ચે યાત્રા કરનારાઓ હાઈવે કસ્ટમર હોય છે, જેઓ ત્યાંથી પસાર થતા દુકાન કે મોલ પર શોપિંગ માટે રોકાય છે.

આ એક ઘણી જ સારી અર્થવ્યવસ્થા હતી, જે 14 દિવસથી શાંત છે અને આ દુકાનોમાં ત્યારથી એક ગ્રાહક પણ નથી આવ્યા. હાલના દિવસોમાં જે ગ્રાહક દેખાય છે, તેઓ આ પ્રદર્શનકારીઓમાંથી જ એક છે, જે ક્યારેક કપડાં કે જૂતાં ખરીદવા આવે છે.

ઉદાહરણ તરીકે હાઈવે નજીક આવેલા ખત્રી માર્કેટને જ જોઈ લો, જે ધરણાંસ્થળથી એકદમ નજીક છે. આ માર્કેટમાં તમામ બ્રાન્ડેડ પ્રોડકટ્સની ફેક્ટરીના આઉટલેટ છે. દરરોજ શો રૂમમાં રોજ 30થી 70 હજારનો બિઝનેસ થાય છે. એટલું જ નહીં રોજ 7 હજાર રૂપિયાની કમાણી કરનાર ટાયર પંકચર અને ટ્રક રિપેર મેકેનિક મોહમ્મદ શફીકુર અને ઢાબો ચલાવનારા સતપાલ જેવા લોકોના ગલ્લામાં છેલ્લાં બે દિવસથી એક પણ રૂપિયો કમાયા નથી. તેમ છતાં તેઓ પ્રદર્શનકારીઓની સાથે છે અને કહે છે કે અમે બધાની સાથે છે કેમકે તેમાં બધાનો જ ફાયદો છે.

મલ્ટી બ્રાન્ડેડ શો રૂમના માલિક કેપ્ટન સિંહની દરરોજ સરેરાશ વેચાણ 50 હજાર રૂપિયાની હતી, પરંતુ હાલ સાવ બંધ છે. જેમાંથી મોટા ભાગના લોકોના મનમાં પ્રદર્શનકારીઓ પ્રત્યે સહાનુભૂતિ છે, કેમકે તેમના પરિવારના કોઈને કોઈ સભ્ય ખેતી સાથે જોડાયેલા છે અને તેમના મનમાં પણ તે જ ચિંતાઓ છે. રસપ્રદ વાત એ છે કે પેટ્રોલ પંપના માલિક પણ ન માત્ર કેટલાંક ખેડૂતોને મફતમાં ડીઝલ અને પેટ્રોલ આપી રહ્યાં છે, પરંતુ તેઓએ પોતાના પંપ પર બનેલા રૂમ અને વોશરૂમ પ્રદર્શનકારીઓ, ખાસ કરીને મહિલાઓ માટે 24 કલાક ખુલ્લા રાખ્યા છે.

ઢાબાવાળાએ પોતાના પાર્કિંગ એરિયામાં મોટા-મોટા પંડાલ લગાવી રાખ્યા છે કે જેથી પ્રદર્શનકારીઓને રાત્રે આરામ મળી શકે. હાઈવેની આજુબાજુ રહેતા સ્થાનિક લોકો પણ પોતાના ઘરમાં એક-બે રૂમ વૃદ્ધ અને મહિલાઓ માટે ખોલી રાખ્યા છે, જેને પરિણામે હાઈવેની અર્થવ્યવસ્થા હાલ તો બરબાદ થઈ ગઈ છે. તેમ છતાં સિંધુ બોર્ડરના લોકલ લોકો પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થન માટે વોકલ બની ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો