જાવનરો માટે દુનિયાભરમાં કામ કરનારી બિન-સરકારી સંસ્થા પેટા (PETA)એ ભારત સરકાર પાસે માંગ કરી છે કે, દેશમાં ચાલી રહેલા વેટ માર્કેટને કોરોના વાયરસ મહામારીને જોતા તત્કાલ બંધ કરી દેવામાં આવે. સંસ્થાએ આશંકા વ્યક્ત કરી છે કે, જો તેને બંધ નહી કરવામાં આવે તો આ અવૈધ વેટ માર્કેટથી ભારતમાં મહામારી ફેલાઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પીપુલ્સ ઓફ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા)એ ભારતમાં ચાલી રહેલા વેટ માર્કેટની વીડિયો ફુટેજ જારી કરતા કહ્યું છે કે, આ બજારોને તત્કાલ બંધ કરવા જોઇએ.
પેટાએ કહ્યું છે કે, આ બજાર અવૈધ રૂપથી દેશના વિભિન્ન હિસ્સામાં ચાલી રહ્યું છે. સંસ્થાએ કહ્યું કે, કૂતરાઓનું માસ વેચાઇ રહ્યું છે, તેમની હત્યા કરવામાં આવી રહી છે. જે વાઇલ્ડ લાઇફ પ્રિવેંશન એક્ટ 1972, પ્રિવેંશન ઓફ ક્રૂએલિટી ટૂ એનિમલ્સ એક્ટ 1960 અને ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006નું સીધુ ઉલ્લંઘન છે.
પેટાએ જણાવ્યું કે, બજાર દિલ્હી, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ અને મણિપુરમાં ફેલાયેલા છે. સંસ્થાએ કહ્યું કે, હાલમાં કોવિડ-19 મહામારી ખુબ જ ઝડપી ફેલાઇ રહી છે, ચીનના વેટ માર્કેટથી જ લોકોમાં કોરોનાનું સક્રમણ ફેલાયુ છે. ચીનથી આવી ઘણી બીમારીઓ ડુક્કર તથા અન્ય જંગલી જીવોના કારણે લોકોમાં ઘણી વાર ફેલાયેલ છે. માટે આવા બજારોને તત્કાલ પ્રભાવથી બંધ કરવા જોઇએ.
Great news!
Illegal dog meat trade must also be stopped in Manipur, Meghalaya, Tripura and elsewhere!@NBirenSingh @BjpBiplab @SangmaConrad https://t.co/vlntGLaWOy
— PETA India (@PetaIndia) July 3, 2020
પેટા તરફથી જારી વીડિયોમાં દિલ્હીના ગાજીપુર મુર્ગા મંડીને દેખાડવામાં આવી છે. જેમા જીવિત કેકડાઓ દેખાઇ રહ્યા છે. પશ્ચિમ બંગાળના મલાંછા બજારમાં જીવિત ઇલ્સ માછલા અને નાગાલેન્ડના દીમાપુર સ્થિત કીડા બજારમાં કૂતરાઓનું માસ વેચાઇ રહ્યું છે.
મણિપુરના નુતે બજારમાં વાંદારા, જંગલી ડુક્કર, શાહિ અને હરણનું માસ વેચાતુ દેખાઇ રહ્યું છે. મણિપુરના ચુડાચંદપુર બજારમાં પણ ઘણા જંગલી જીવોનું માસ વેચાઇ રહ્યું છે. આ બજારોમાં વન્ય જીવોને લઇ બનાવવામાં આવેલા કાયદાનું દેખીંતી રીતે ઉલ્લંઘન થઇ રહ્યું છે.
પેટા ઇન્ડિયાની વેગર આઉટરીચ કોર્ડિનેટર ડૉ. કિરણ આહૂજાએ જણાવ્યું કે, જો આ પ્રકાર ગંદકીથી ભરેલ વેટ માર્કેટ ચાલતા રહ્યા તો હોઇ શકે છે કે આગામી વાયરસ અહિંથી જ કોઇ વ્યક્તિને પોતાની ઝપેટમાં લઇ લે.
ડૉ. આહૂજાએ જણાવ્યું કે, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, સાર્સ અને હવે કોવિડ-19થી તમામ મહામારીઓ ચીનના જંગલી જીવોના વેટ માર્કેટથી જ ફેલાઇ છે. આથી સૌથી વધારે પરેશાની માણસને જ થઇ છે. માટે આ પ્રકારના બજારોને તત્કાલ ધોરણે બંધ કરવામાં આવે. જીવોની હત્યા રોકવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..