બિહારના (Bihar) બેગૂસરાયમાં એક દર્દનાક ઘટના સામે આવી હતી. એક મુસાફર ચાલુ બસમાં (Running bus) બારીમાંથી પોતાનું માથું બહાર કાઢીને બેઠો હતો ત્યારે સામેથી ફૂલ સ્પીડમાં આવતો ટ્રકે (truck hits man) તેના માથાને જોરદાર ટક્કર (accident) મારી હતી જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે બસમાં બેઠેલા યાત્રીઓમાં હડકંપ મચી ગયો હતો.
આ દર્દાનાક ઘટના બેગૂલસરાયના બછવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નેશનલ હાઇવે 28 ઉપર ઘટી હતી. મંગળવારે મોડી રાત્રે એક યાત્રી બસમાં યાત્રા કરી રહ્યો હતો. તે ચાલુ બસમાં બારીમાંથી માથુ બહાર કાઢીને બેઠો હતો. આ સમયે સામેથી ફૂલ સ્પીડમાં આવતા ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. યુવકની લાશ બસની બારમાં લટકતી રહી હતી.
મૃતક યાત્રીની ઓળખ બછવારા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવતા લોદીયાહી ગામના 35 વક્ષીય રંજીત રાયના રૂપમાં થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે બેગૂસરાયથી મુઝફ્ફર જઈ રહેલી બસમાં રંંજીત રાય બેગૂસરાથી બસમાં બેઠો હતો. તે મુરલીટોલમાં ઉતરવાનો હતો.
પરંતુ તેના ઉતરવાના સ્થળથી બે કિલોમિટર રહેલા જ ઝમટીયા ગામ નજીક નેશનલ હાઇવે 28 ઉપર દર્દનાક દુર્ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ બછવારા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી. તેની લાશને પોસ્ટમોર્ટ માટે મોકલી આપી હતી.
બસ કન્ડક્ટરે જણાવ્યું કે બસમાં યાત્રીએ બારીમાંથી પોતાનું માથું બહાર કાઢીને રાખ્યું હતું. ત્યારે સામેતી આવેલા ફૂલ સ્પીડ ટ્રકે તેનું માથું કડી નાંખ્યું હતું. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. કચડાયેલા માથાને સાથે બારીમાં લબડતી લાશને લઈને મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. બસ તરત જ સાઈડમાં ઊભી રાખીને પોલીસને જાણ કરી હતી.
આ સંબંધમાં મુખ્યાલય ડીએસપી નિશીત પ્રિયાએ જણાવ્યું હતું કે પરિવારજનોએ બસ અને ટ્રક માલિક ઉપર બેદરાકીરનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. યાત્રા દરમિયાન માથુ બસમાંથી બહાર રાખતા ટ્રકની ટક્કરથી મુસાફરનું મોત નીપજ્યું હતું. આ બાબત યાત્રીઓથી પૂછપરછ દરમિયાન સામે આવી હતી.
આમ ડીએસપીએ લોકોને અપીલ કરી છે કે યાત્રા દરમિયાન ટ્રાફિકોના નીયમોનું પાલન કરો અને યાત્રા દરમિયાન બારીમાંથી શરીરનું કોઈપણ અંગે બહાર ન કાઢવું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..