પારલે-જી લોકડાઉન દરમિયાન જરુરિયાતમંદ લોકોને 3 કરોડ બિસ્કિટના પેકેટ્સનું કરશે દાન

ભારતની જાણીતી બિસ્કિટની બ્રાન્ડ પારલે (Parle) આગામી લોકડાઉનના ત્રણ અઠવાડિયા દરમિયાન ત્રણ કરોડ Parle-G બિસ્કિટના પેકેટ્સનું વિતરણ કરશે. કંપનીએ જણાવ્યું છે કે, સરકારી એજન્સીઓની મદદથી પેકેટ્સનું વિતરણ ભારતમાં કરવામાં આવશે. કંપની ખાસ કરીને જરુરિયાતમંદ લોકો સુધી બિસ્કિટ પહોંચાડવાની કોશિશ કરશે. દેશભરમાં 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરાઈ છે તેની વચ્ચે કંપનીએ આ જાહેરાત કરી છે. કંપનીએ એમ પણ જણાવ્યું છે કે કારખાનમાં 50% લોકો જ કામ કરી રહ્યા છે, જોકે, કંપનીએ સુનિશ્ચિત કરી રહી છે કે તેની પ્રોડક્ટ્સની બજારમાં કમી ના આવે.

પારલે પ્રોડક્ટ્સના વરિષ્ઠ અધિકારી મયંક શાહે આ અંગે વાત કરતા જણાવ્યું કે, “અમે સરકારની સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો છે. અમે સરકારી એજન્સીઓ દ્વારા બિસ્કિટના ત્રણ કરોડ પેક્ટ્સનું વિતરણ કરીશું. આગામી ત્રણ અઠવાડિયા સુધી દર અઠવાડિયે એક કરોડો પેકેટ્સ, ખાસ કરીને જરુરિયાતમંદ લોકો સુધી પહોંચાડાશે.” તેમણે એમ પણ જણાવ્યું કે, “અમે એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે કોને હમણાં ખાવાનું મળવું જોઈએ. ઘણાં લોકોની આજીવિકાને અસર પડી છે. અમે સરકાર સાથે મળીને એ સુનિશ્ચિત કરવાની કોશિશ કરીશું કે એ લોકો ભૂખ્યા ના રહે.”

આગળ વાત કરીને તેમણે જણાવ્યું કે, લોકડાઉનના કારણે લોકો અફરા-તફરીમાં ભારે ખરીદી કરી રહ્યા છે, અને પોતાની પાસે સામાન એકઠો કરી રહ્યા છે. લોકો બહાર નીકળી રહ્યા છે અને ખાવા-પીવાની જે પણ વસ્તુઓ મળી રહી છે તેને ખરીદી રહ્યા છે. લોકો મોટા પ્રમાણમાં બિસ્કિટ ખરીદી રહ્યા છે કારણ કે તે લાંબા સમય સુધી બગડતા નથી.

તેમણે જણાવ્યું કે સરકારે બિસ્ટિક બનાવતી કંપનીઓને લોકડાઉનની બહાર રાખી છે. તેમ છતાં કેટલાક વિસ્તારમાં કંપનીઓને તકલીફો પડી રહી છે, કારણ કે સ્થાનિક અધિકારીઓ કાચો અને તૈયાર થયેલો માલ ટ્રોન્સપોર્ટ કરવાની મંજૂરી નથી આપતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો