નકલી દૂધ બનાવવાનું મહાકૌભાંડ ઝડપાયું, યુરિયા-કપાસિયા તેલમાંથી કેવી રીતે તૈયાર થતું ‘સફેદ મોત’ જાણો

આપણે દૂધને સંપૂર્ણ આહાર માનીએ છીએ. ઘરનાં તમામ સભ્યો આ દૂધ પીએ તેવો આગ્રહ પણ રાખતા જ હોઇએ છીએ. પરંતુ પંચમહાલ જીલ્લાના શહેરામાં નકલી દૂધ બનાવીને સફેદ મોત વેચતા હોવાનું સામે આવ્યું છે. નકલી દૂધ બનાવતા હોવાની ફરિયાદોના પગલે નગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડો પાડીને કનૈયા ડેરી ફાર્મ નામની દૂધની દુકાનમાંથી નકલી દૂધનો મોટો ઝડપી પાડવામાં આવ્યો છે. કનૈયા દૂધ નામની દુકાને યુરિયા ખાતરમાંથી દૂધ બનાવી વેચાણ કરાતું હોવાથી પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગે દૂધની દુકાન સીલ કરી સંચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે. જાણવા મળ્યું છે કે, આ ડેરી યુરિયા ખાતર, શેમ્પૂ અને તેલમાંથી દૂધ બનાવી લોકોને વેચતા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શહેરા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાંક સમયથી નકલી દૂધ ગ્રાહકોને પધરાવવામાં આવતું હોવાની માહિતી સેનેટરી ઈસ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડને મળી જેને લઈને તેઓ દ્વારા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી. લુહાર ફળિયામાં આવેલ કનૈયા ડેરી ફાર્મ નામની દુકાનના સંચાલક દિલીપ પરમાર દ્વારા નકલી દૂધ બનાવી ગ્રાહકોને વેચવામાં આવી રહ્યું છે.

તેવી બાતમીના આધારે નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ, જીતેન્દ્ર જોષી સહિતની ટીમ આ રહેણાંક મકાન પર જ છાપો મારતા ઘરમાંથી નકલી દૂધ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ હાનિકારક પદાર્થો મળી આવ્યા હતા. જ્યારે આ રહેણાંક મકાનમાંથી યુરીયા ખાતરની એક બેગ, રાની કપાસિયા તેલના 10 ઉપરાંત ભરેલા પાઉચ તેમજ 50 ઉપરાંત ખાલી પાઉચ મળી આવ્યા હતા.

ગોધરાના ખોરાક અને ઔષધન નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર રોનક મહેરા ખુશ્બુ પટેલ અને ઉર્વી માલ સહિતની ટીમ સ્થળ પર પહોંચીને દૂધ તેમજ તેલના નમુના લઈને પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દિલીપ નરસાણા ગામના સરપંચનો પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો