પતિના મોતનો બદલો લેવા માટે પત્નીએ પતિના હત્યારા સાથે જ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

એક મહિલાએ પોતાના પતિના મોતનો (husband killer) બદલો લેવા માટે એક જાળ બિછાવી હતી. જે દરેકને ચોંકાવી દે છે. મહિલાએ પતિના હત્યારા સાથે બદલો લેવા માટે ત્રણ વર્ષથી કોશિશ કરી રહી હતી. જેના માટે તેણે આખી યોજના બનાવી હતી. મહિલાએ (woman marriage with husband killer) પહેલા હત્યારા સાથે દોસ્તી કરી હતી. અને પછી તેની સાથે લગ્ન કર્યા હતા. અને અંતે તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘટના પાકિસ્તાનના (Pakistan) કબાયલી વિસ્તારના બાજોર જિલ્લાની છે. અહીં આરોપી મહિલાએ પહેલા પતિના ત્રણ વર્ષ પહેલા મોત થયું હતું. પરંતુ એ નક્કી થતું ન્હોતું થયું કે તેની હત્યા કરવામાં આવી હતી કે પ્રાકૃતિક હત્યા કરાઈ હતી. બીબીસી પ્રમાણે આની જાણ કરવા માટે મહિલાએ પોતાની રીતે તપાસ કરી હતી. જેમાં તેને જાણવા મળ્યું હતું કે પતિની હત્યા તેના એક મિત્ર ગુલિસ્તાન ખાને જહેરનું ઇન્જેક્શન આપીને કરી હતી.

મહિલાએ એ જ દિવસે ગુલિસ્તાન સાથે પતિની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું હતું. મહિલા પાંચ-છ મહિના સુધી પોતાના પતિના મોતનો બદલો લેવાની કોશિશ કરી રહી હતી. પરંતુ તેને તક મળી નહતી. ત્યારબાદ તેને યોજના બનાવી હતી કે કેવી રીતે ગુલિસ્તાનની નજીક પહોંચવું અને પછી તેની સાથે બદલો લેવો.

પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાએ પહેલા ગુલિસ્તાન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને પછી ગુલિસ્તાન પહેલાથી જ પરિણીત હતો તેનો એક પુત્ર પણ હતો. પરંતુ મહિલાએ ગુલિસ્તાનને પૈસા અને ગાડી વગેરેનું લાલચ આપીને લગ્ન માટે રાજી કરી દીધો હતો.

પોલીસે મહિલાના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે લગ્ન બાદ આરોપીએ ગુલિસ્તાનને કહ્યું કે આપણે પોતાની સુરક્ષા માટે એક પિસ્તોલ રાખવી જોઈએ ત્યારબાદ ગુલિસ્તાને એક પિસ્તોલ ખરીદી લીધી હતી. હત્યાના દિવસ અંગે મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે હું રાત્રે જાગતી રહી હતી, આશરે બે વાગ્યે બીજા રૂમમાં ગઈ અને પિસ્તોલ લઈને ગુલિસ્તાનના રૂમમાં દાખલ થઈ હતી. તે ઉંઘી રહ્યો હતો અને મેં તેના ઉપર ગોળી ચલાવી પરંતુ ગોળી ચાલી નહીં અને પિસ્તોલે કામ ન કર્યું.

પરત બીજા રૂમમાં ગઈ અને પિસ્તોલને ચેક કરી હતી. ત્યારબાદ પછી ફરી મહિલા ગુલિસ્તાનના રૂમમાં ગઈ અને પહેલી ગોળી ગુલિસ્તાનના માથાના ભાગે અને બીજી શરીરમાં ધરબી દીધી હતી. ગોળી માર્યા બાદ તે સવાર સુધી બેશી રહી. તેણે લોકોને જણાવ્યું કે કોઈએ તેના પતિને મારી નાંખ્યો છે. જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મહિલા ખોટું બોલી રહી છે. પોલીસે મહિલાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને જેલ ભેગી કરી હતી. પોલીસે મહિલા પાસેથી પિસ્તોલ પણ જપ્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો