LoC પર પાકિસ્તાનની નાપાક હરકત, સીઝફાયર ઉલ્લંઘન કરતાં ભારે ગોળીબારમાં સેનાના ત્રણ જવાન શહીદ

પાકિસ્તાન લાઈન ઓફ કન્ટ્રોલ(LOC) પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવારે તેણે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં ભારે ગોળીબાર કર્યો હતો. તેમાં ભારતીય આર્મીના બે જવાનો શહીદ થયા છે.

રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ પાકિસ્તાનની સેનાએ રાજોરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ગોળીબાર કર્યો. તેમાં સેનાના બે જવાન નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઈફલમેન સુખબીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પછીથી તેમનુ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ગુરૂવારે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ગોળીબારીમાં ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત જેસીઓ સ્વતંત્ર સિંહે પણ શુક્રવારે પોતાનો જીવ ગુમાવ્યો છે.

એક દિવસ પહેલા જ જવાન સ્વતંત્ર સિંહ શહીદ થયા હતા

ગુરવાર બપોરે લગભગ 1.30 વાગ્યે પાકિસ્તાનના પુંછ જિલ્લાના કિરની અને શાહપુર સેક્ટરોમાં મોર્ટારની સાથે નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમાં સ્વતંત્ર સિંહ શહીદ થયા હતા. આ સિવાય એક નાગરીકને ઈજા થઈ હતી. સ્વતંત્ર સિંહ ઉતરાખંડના ગડવાલ જિલ્લાના રહેવાસી હતા. થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનની સેનાએ પુંછના ડિગવાર, માલતી અને દલ્લન વિસ્તારોમાં પણ સીઝફાયરનું વાયોલેશન કર્યું હતું.

કાશ્મીરમાં આતંક ફેલાવવાના પ્રયાસમાં પાકિસ્તાન

તમને જણાવી દઈએ કે લદ્દાખમાં છેલ્લા 8 મહિનાથી ભારત-ચીનની સેનાઓ આમને-સામને છે. તેનો ફાયદો ઉઠાવી પાકિસ્તાન LoC પર ગડબડી ફેલાવવાના પ્રયાસમાં છે. તે માટે પાકિસ્તાન સરહદ પર વારંવાર યુદ્ધ વિરામનો ભંગ અને આતંકીઓને કાશ્મીર મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક સપ્તાહ પહેલા પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા આવા ચાર આતંકીઓને નગરોટા એનકાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો