20 વર્ષની વયે નોકરીમાંથી કાઢી મુકાયેલો યુવાન આજે છે હીરાની કંપનીનો માલિક

1978માં મહીધરપુરામાં હીરાના કારખાનામાં નોકરી કરતા યુવાનનું કામ માલિકને પસંદ નહીં પડતા માલિકે નોકરીમાંથી કાઢી મુક્યો હતો. કંઇક કરવાની મહત્વકાંક્ષા સાથે યુવાને પોતાનું હીરાનું કારખાનું શરૂ કર્યું હતું ત્યારે યુવાને પાછું વળીને નહીં જોયું અને એ નાનું કારખાનું આજે ગ્લો સ્ટારના નામથી મોટુ વટવૃક્ષ બનીને હીરા ઉદ્યોગમાં ઝળહળી રહ્યું છે. આજે દેશ-વિદેશમાં હીરાનો કારોબાર અને […]

ડ્રાઇવરની પ્રમાણિકતાને સલામ, 9 લાખના દાગીના-રોકડ ભરેલી બેગ પરત કરી

નવસારીના જલાલપોર ખાતે વસેલા મૂળ અમરેલીના સુવાગીયા પરિવાર પુત્રની જાન લઈને અમરેલી ગયા હતા. બસમાં પરત નવસારી આવ્યા પણ લગ્નની ખુશીમાં રોકડ દાગીના ભરેલું પાકીટ ભુલી ગયા હતા. સવારે બસ માલિકને ફોન કર્યો તેણે ડ્રાઈવરને જાણ કરતા બસમાં મુકેલા 8થી 9 લાખના દાગીના-રોકડનું પાકીટ તેમના સગાસંબંધીઓને પહોંચાડ્યું હતું. પુરસ્કાર આપવા જતા ડ્રાઈવરે રોકડ નહીં આશિર્વાદ […]

ગૂગલ મેપ્સની મદદથી તમારો ગુમ કે ચોરી થયેલો સ્માર્ટફોન 2 મિનિટમાં શોધો કાઢો

સ્માર્ટફોન ખોવાઈ જાય તો? તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે ખિસ્સામાં હાથ નાખો અને ખબર પડે કે સ્માર્ટફોન ક્યાંક ગુમ થઈ ગયો છે? આવા સમયે તમને પોતાની જાત પર ખૂબ જ ગુસ્સો આવે છે. જો સ્માર્ટફોન ચોરી થઈ ગયો હશે તો? શું તે કોઈ જગ્યાએ મૂકાઈ ગયો હશે? ફોનમાં રહેલા ડેટા, ફોટો અને […]

10,000 યુગલોના સમૂહલગ્ન, ખર્ચ 51 કરોડ, દરેક કન્યાના ખાતામાં રૂ.35000: જાણો કોણે કર્યુ આ કામ

એક દિવસમાં 10,000 યુગલોના સમૂહ લગ્ન કોઇ નાની-અમથી વાત નથી અને ઉપરથી દરેક કન્યાના ખાતામાં રૂ. 35000ની રકમ જમા કરાવવી કોઇ ખાવાના ખેલ નથી. દરેક યુગલના લગ્ન આયોજન માટે રૂ.6000ની વ્યવસ્થા તો દરેક યુગલને આપવામાં આવતી સામગ્રી પર રૂ.10,000નો ખર્ચ અને કુલ મળીને રૂ.51 કરોડનો ખર્ચ…! તમે વિચારતા હશો કે, આ કોઇ ધનવાન વ્યક્તિએ કામ […]

ભારતમાં એક દુકાન આવી પણ, જ્યાં નથી કોઇ દુકાનદાર,ચોરી થવાનો કોઇ ડર નથી રહેતો

ભારતમાં એક એવી દુકાન પણ છે જ્યાં કોઇ દુકાનદાર નથી, તમે જે પણ ખરીદવા માંગો તે ખરીદી શકો છો. આ દુકાન પાછળનું એક નેક કારણ છે. દક્ષિણ ભારતમાં આ દુકાન ખોલવામાં આવી છે. કેરળમાં છે આ દુકાન કેરળના કન્નૂરમાં એક એવી દુકાન ખુલી છે જેમાં ના તો કોઇ દુકાનદાર છે કે ના તો કોઇ સેલ્સમેન, […]

નાનું બાળક ભૂલમાં સિક્કો ગળી જાય તો શું કરશો?

નાનું બાળક રમતું હોય ત્યારે ઘરના લોકો તેની આસપાસ રહીને તેનું ધ્યાન રાખતા હોય છે પણ થોડું ધ્યાન આમતેમ થયું અને બાળક કંઈક ભૂલ કરી બેસે તો ઘરના લોકો હાંફળા-ફાંફળા થઈ જતા હોય છે. જો કોઈ બાળક સિક્કો ગળી જાય તો શું કરવું તે દરેક માટે જાણેલું હોવું જરુરી છે. કોઈ વસ્તું ગળી જાય તો? […]

હનુમાનજીનું એકમાત્ર મંદિર, જ્યાં એક ખાસ વસ્તુનો પ્રસાદ ધરાવવામાં આવે છે

આપણાં દેશમાં હનુમાનજીના અનેક મંદિર છે પરંતુ તેમાંથી કેટલાક ખૂબ ખાસ છે. આવું જ એક ખાસ મંદિર છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં. અહીં હનુમાનજીને ચોલા ચઢાવવા માટે ભક્તોને બુકિંગ કરાવવી પડે છે, તેના પછી જ વર્ષો પછી નંબર આવે છે. આ મંદિરનું નામ શ્રી વીર અલીજા હનુમાન મંદિર છે. 2021 સુધી થઈ ગઈ છે બુકિંગ ઇન્દોરના પંચકુઇયા […]

પાનના દુકાનદારની પુત્રી નિમિષા પટેલે CAની પરીક્ષામાં દેશમાં ટોપ-10માં મેળવ્યું સ્થાન

શુક્રવાર માત્ર નિમિષા પટેલ માટે જ નહીં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સિંહી ગામવાસીઓ માટે ઝળહળતો દિવસ રહ્યો. સિંહી ગામમાં પાનની દુકાન ચલાવતા કેશવભાઈની દીકરીએ સીએની ઈન્ટર્મીડિએટ પરીક્ષામાં સમગ્ર દેશમાં 10મું સ્થાન પ્રાપ્ત કર્યું. કુલ 800માંથી 626 માર્ક્સ મેળવનારી નિમિષાએ સફળતાનો શ્રેય ગ્રામજનોને આપ્યો. પોતાની ઉજ્જવળ કારકિર્દીના ઘડતમાં ગામ લોકોએ કરેલી મદદ વિશે જણાવતાં નિમિષાએ કહ્યું, […]

બનાસકાંઠા જિલ્લાના SPએ લીધેલા નિર્ણયથી લોકો થયા ખુશ

બનાસકાંઠામાં પોલીસની ખરડાયેલી છબી સુધારવા માટે બનાસકાંઠા જિલ્લા SP દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના પોલીસ સ્ટેશનોમાં આખા દિવસ દરમિયાન જે પણ ફરિયાદીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવે છે તે તમામ ફરિયાદીઓને કંટ્રોલરૂમમાં કામ કરતા પોલીસકર્મીઓ ફોન કરીને તેમનો ફીડબેક લેશે. આ નવતર પ્રયોગની વિગતવાર માહિતી અનુસાર વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લા […]

સાઈટિકા, ગઠિયો વા અને આર્થરાઈટીસને જડમૂળથી મટાડે આ પાનનું તેલ, પગ અને પીઠનો દુખાવો પણ દૂર કરે, પેરાલિસિસના દર્દીને પણ આપે તત્કાલ રાહત

દ્વારકાના મુકેશભાઈ જગતિયા પર્વતરાયના પાનમાંથી તેલ બનાવે છે. આ તેલ ગઠિયો વા, આર્થરાઈટીસ અને સાઈટિકા મટાડે છે. એટલું જ નહીં પગ અને પીઠના દુખાવા માટે પણ આ તેલ ઉત્તમ છે. આ તેલ લગાવવાથી પેરાલિસિસના દર્દીને સારી રાહત મળે છે. વળી પગ અને પીઠના દુખાવામાં પણ આ તેલ ખૂબ જ અસરકારક છે. પર્વતરાયના પાન માત્ર દ્વારકાના […]