‘ક્વિટ ટોબેકો કેમ્પેઇન.’ ગલ્લે જઇને સિગારેટ માગી 7 વર્ષની દીકરી લોકોને સિગારેટ છોડાવી રહી છે, અત્યાર સુધી 50 લોકોને વ્યસન છોડ્યું

નાસિકઃ ‘કાકા ચાર દિવસથી કશ નથી લીધા, બે-ત્રણ કશ મારવા દો ને…’ સાત વર્ષીય બાળકી જ્યારે આવું કહે છે ત્યારે પાનની દુકાને ઊભેલા લોકોના હાથમાંથી સિગારેટ પડી જાય છે. પછી એ બાળકી એ વ્યક્તિને વોટ્સએપ ગ્રૂપમાં એડ કરે છે અને શરૂ થાય છે, ‘ક્વિટ ટોબેકો કેમ્પેઇન.’ આ કેમ્પેઇન સાથે જોડાયા પછી 50 લોકોએ ધુમ્રપાન છોડી દીધું […]

જૂનાગઢની જેલમાં કેદીઓએ બનાવી ગૌશાળ, કેદીઓ ગીર ગાયની સંભાળ રાખી પશુપાલન કરી રહ્યા છે

જૂનાગઢમાં મજેવડી ગેઈટથી આગળ ભવનાથ રોડ પર જૂનાગઢ ઓપન જેલના આજીવન કેદ પામેલા કેદીઓ ગીર ગાયની ગૌશાળા ચલાવી રહ્યા છે. પોતાના જીવનમાં બીજાની ભૂલને લીધે ક્યારેક વ્યક્તિ કાયદાના માયાજાળમાં ફસાઈને જેલની અંદર આવી જતો હોય છે. ત્યારે આ કેદીઓ ગીર ગાય રોજનું જે દૂધ આપે છે તેનું વેચાણ કરી રહ્યા છે. આમાંથી થતી કમાણી સરકારમાં […]

ખોડલધામ ટ્રસ્ટ તથા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા યોગ મહોત્સવનું ભવ્ય આયોજન

19થી 21 જુન દરમિયાન ભવ્ય યોગ મહોત્સવનું આયોજન, શિબિર દરમિયાન ચકલીના માળા અને પર્યાવરણના જતન માટે વૃક્ષોના રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરાશે: લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાજ ખોડલધામ મંદીરનું નિર્માણ કરનાર ખોડલધામ ટ્રસ્ટ તેમજ કારકીર્દી ઘડતર અને સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આગામી તા.21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીમીતે રાજકોટમાં […]

અમદાવાદ 22 બાળકો ભરેલી સ્કૂલ વાનનો દરવાજો ખુલી જતા ત્રણ બાળકો રસ્તા પર પટકાયા

અમદાવાદઃ નિકોલમાં આવેલીપંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જતા એક બાળકને ગંભીર ઈજા થઈ છે. એક વાન બગડતા બીજી વાનમાં ઘેટા બકરાની જેમકુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો રહી જતા ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થિનીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં […]

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખેડુતોને વ્યાજમાં રાહત આપશે: જયેશ રાદડીયા

સહકારી ક્ષેત્રે દેશભરમાં અવ્વલ દરજજાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જિલ્લા સહકારી બેંકની ૬૦ મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન અને રાજયના કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયાએ બેંકનો સને ૨૦૧૮-૧૯ના વર્ષનો ચોખ્ખો નફો રૂા.૪૫.૫૦ કરોડ થયાની અને સભાસદોનો ૧૫ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. ચેરમેન જયેશભાઈ રાદડીયાએ જણાવેલ કે ખેડુતોને સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ […]

ભગવાન જગન્નાથનો મહા જળાભિષેક, 108 પારંપરિક કળશ, ધજા-ડંકા અને છત્ર સાથે નીકળી જળયાત્રા

જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથનો જળયાત્રા મહોત્સવ. જળયાત્રાની સાથે જ રથયાત્રાની વિધિવત શરૂઆત થયો છે. સવારે 8 વાગે ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ થયો હતો. જળયાત્રામાં બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ તેમ જ ધજાપતાકા સાથે હજારોની સંખ્યામાં ભક્તો હાજર હતા. શરણાઈઓના સૂર સાથે યાત્રાનો પ્રારંભ કરાયો હતો.જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરેથીવૈદિક મંત્રોચ્ચાર […]

અમદાવાદમાં જરૂરિયાતમંદ દર્દીઓને ની:શુલ્ક ભોજન અને ટિફિન ની સેવા પુરી પાડતું માનવ સેવા ટ્રસ્ટ

અમદાવાદમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રોજ ૨૫૦ જેટલા ગરીબ દર્દીઓને મફત અને જરૂરિયાતમંદને ટિફિન ની સેવા રથના માધ્યમથી ની:શુલ્ક જમવાનું અપાય છે. સાથે જ નવા જન્મેલ બાળક ને દૂધ અને બિસ્કિટ અપાય છે. અને આના શીવાય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિને ૨૨ ગરીબ પરિવાર ના ઘરે ફુલ સીધું -સમાન (કરિયાણું ) આપવામાં આવે છે […]

અમદાવાદના પરિવારે બ્રેઈન ડેડ થયેલ 4 વર્ષના પુત્રની કિડનીનું દાન કરી સુરતના બાળકને આપ્યું નવું જીવન

ચાર વર્ષના માસૂમ દીકરાના શ્વાસના ધબકારા હવે ધીમે ધીમે મંદ પડી રહ્યા છે અને તેની અંતિમ ઘડી ગણાઇ રહી હોવાનો ખ્યાલ આવી જતાં શહેરના એક પરિવારે તેમના દીકરાનું અંગદાન કરવાનો સંકલ્પ પૂર્ણ કરીને માનવીય સંવેદના અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બંને પરિવારના સભ્યોએ એકબીજાને આભાર પ્રગટ કર્યો: દીકરાની કિડની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલા […]

ડભોલી વિસ્તારમાંથી 13 વર્ષિય કિશોરી ફેની સાકરીયાનું અપહરણ થયું હોવાની આશંકા

સુરતના ડભોલી વિસ્તારમાંથી એક 13 વર્ષિય કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પોલીસે બે યુવકો પર આશંકાના આધારે અપહરણની ફરિયદા નોંધી તપાસ હાથ ધરી છે. પરિવારે લીધો સોશિયલ મીડિયોનો સહારો મૂળ ભાવનગરના ડભોલી વિસ્તારમાં આવેલા બાલાજી સોસાયટીમાં સરદાર નગરમાં રહેતા રાજેશભાઈ સાકરીયાની પુત્રી ફેની 13 વર્ષની છે. ગત રોજ ટ્યૂશનેથી […]

મ્યાનમાર બોર્ડર પર ફરી ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક, 80 ઉગ્રવાદીઓ જીવતા પકડાયા

પૂર્વોત્તર વિસ્તારમાં ભારત અને મ્યાંમારે ઉગ્રવાદી સંગઠનો પર સંયુક્ત કાર્યવાહી કરી છે. બન્ને દેશોની સેનાઓએ પોત પોતાની સરહદો પર ઉગ્રવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. કાર્યવાહી દરમિયાન નાસી રહેલા ઉગ્રવાદીઓને ઝડપી પડાયા છે. ન્યૂઝ પેપર ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે સેનાએ ઉગ્રવાદીઓ વિરોધી આ કાર્યવાહીને ઓપરેશન સનસાઈન-2 નામ આપ્યું છે. ભારતીય સરહદની અંદર આ ઓપરેશનમાં […]