ધોરાજીના યુવાને PM મોદીને પત્ર લખ્યો, કહ્યું- પેટ્રોલ હપ્તેથી આપો, ઘર નથી ચાલતું

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના રહેવાસી સંકેત મકવાણાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં સ્પષ્ટતા કરી હતી કે, પેટ્રોલ અને ગેસ હપ્તેથી આપો. કારણ કે, મોંઘવારીમાં અત્યારે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. મંગળવારે તેમણે ધોરાજી પ્રાંત અધિકારીની કચેરીએ એક આવેદન પત્ર આપ્યું હતું. જે વાંચીને પ્રાંત અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. સંકેતે […]

કેન્દ્રના પૈસા કોઈના પિતાના નથી, દિલ્હીવાળા 1.80 લાખ કરોડ ટેક્સ આપે છે: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટી (AAP)નું આગામી મિશન શું છે? પંજાબમાં શાનદાર જીત બાદ અરવિંદ કેજરીવાલનું કયા રાજ્ય પર ફોકસ છે? શું અરવિંદ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના વડાપ્રધાનના ચહેરો બની શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ન્યૂઝ ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં આ બધા સવાલોના જવાબ આપ્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં અમને આશાથી વધારે સીટ મળી. […]

અલીગઢ કહેવાશે હરિગઢ.. યોગીનું બુલડોઝર હવે મુસ્લિમ નામ ધરાવતા 12 જિલ્લા પર ફરી વળશે

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ 2.0 સરકારે સત્તા સંભાળતાની સાથે ફરી એકવાર જિલ્લાઓના નામ બદલાવાની તૈયારી શરૂ કરી દીધી છે. જાણવા મળેલી માહિતી મુજબ યોગી સરકાર 12 જિલ્લાના નામ બદલી નાંખશે. આમ તો 12 જિલ્લાના નામ બદલવાના છે, પરંતુ અત્યારે 6 જિલ્લાના બદલવાની માંગ કરવામાં આવી છે, જેમાં અલીગઢને હરિગઢ કે આર્યગઢ, ફરૂખાબાદને પાંચાલ નગર, સુલતાનપુરને […]

આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાની ધરપકડ, કોર્પોરેટરે મકાન ખાલી કરાવ્યું, યુવરાજ સિંહે કહ્યું: ‘હું વધારે મજબૂત બનીશ, પરંતુ મજબૂર નહીં’

ગુજરાતમાં સરકારની અનેક ભરતીમાં થયેલા કૌભાંડોનો પર્દાફાશ કરનારા આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલી વધી શકે છે.  હકીકતમાં સચિવાલય ગેટ પાસે પ્રદર્શન કરતા વિદ્યાસહાયકોની અટકાયત બાદ તેના સમર્થનમાં પોલીસ હેડક્વાર્ટર દોડી ગયેલા વિદ્યાર્થી યુવરાજસિંહ પર પોલીસ કર્મચારીઓ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે. આ મામલે પોલીસે યુવરાજસિંહ અને તેના અન્ય એક સાગરીતની પણ ધરપકડ કરી છે. […]

ગુજરાત ગેસે CNGમાં પ્રતિ કિલો રૂ.6.45નો ભાવ વધારો કર્યો, નવા ભાવ લાગુ થતાં CNGની સવારી મોંઘી થશે

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. દેશનો સામાન્ય નાગરિક વધતી જતી મોંઘવારીથી તોબા પોકારી રહ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતો કૂદકેને ભૂસકે વધી રહી છે, ત્યારે હવે ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પણ અચાનક 6.45 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો રૂ. 6.45નો ભાવ […]

શું ઉનાળામાં પરસેવાથી આવે છે દુર્ગંધ? આ 6 ઘરગથ્થુ ઉપચારની મદદથી અંડરઆર્મ્સની દુર્ગંધથી મેળવી શકો છો છુટકારો, જાણો અને શેર કરો

ઉનાળા (Summer)ની ઋતુમાં પરસેવો (Sweating) થવો એ કુદરતી પ્રક્રિયા છે. પરસેવો આપણી ત્વચાના છિદ્રોને સાફ કરે છે અને ત્વચાને ઠંડી રાખવાનું કામ કરે છે. પરંતુ જો પરસેવામાંથી દુર્ગંધ આવવા લાગે છે, તો તમારી આ સમસ્યા તમારી આસપાસ બેઠેલા લોકોને પરેશાન કરી શકે છે. આટલું જ નહીં, આ સમસ્યાને કારણે લોકો તમારી નજીક બેસતા અચકાશે. આવી […]

વડોદરામાં સસરાએ પુત્રવધૂને પુત્રી સમાન ગણી પોતાના ઘરઆંગણે જ લગ્ન યોજી સમાજમાં દાખલો બેસાડ્યો

લગ્ન પ્રસંગોમાં કરવામાં આવતા બિનજરૂરી ખર્ચ ટાળવા જોઈએ દીકરીને ભણાવી-ગણાવીને મોટી કર્યા બાદ તેને બીજા ઘરે લગ્ન કરાવી સાસરે વળાવનાર પિતાને લગ્નમાં જ 25-30 લાખનો ખર્ચો થતો હોય છે. બોરસદના સિસવા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચે પુત્રવધૂને પોતાની દીકરી ગણી પોતાના ઘરઆંગણે તેના લગ્ન પોતાના દીકરા સાથે કરાવ્યાં હતાં. જેમાં યુવતીની જાન કલોલથી સિસવા ખાતે આવી […]

બુલેટ ટ્રેન શરૂ થાય તે પહેલાં નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પરથી 14 લાખના લોંખડના સળિયા ચોરાયા, બેની ધરપકડ

સાઈટ પરથી છેલ્લા લાબા સમયથી ચોરી થતી હોવાનો અંદાજ અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન નવસારીમાંથી પસાર થનાર છે, જેના ટ્રેક બનવાની કામગીરી નસિલપોર ભટ્ટાઇ ગામ પાસે મહાકાય પ્રોજેક્ટ ધમધમી રહ્યો છે. જેની સાઈટ પરથી કેટલાક ગામના સ્થાનિક યુવાનોએ હાથફેરો કરતા પોલીસના હાથે ઝડપાયા છે. સરકારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી લોખડના સળિયા, સ્ટીલ પ્લેટ, સ્ટીલ પોપ પ્લેટ, કપ […]

ગોરખનાથ મંદિરમાં અલ્લાહ-હુ-અકબરની બૂમ પાડીને હથિયાર લઈને મંદિરમાં ઘૂસ્યો IIT પાસઆઉટ અબ્બાસ, પોલીસકર્મીઓ ભાગ્યા

ગોરખનાથ મંદિરમાં હુમલાનો અંદાજે 34 સેકન્ડનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કારમાં બેઠેલી એક વ્યક્તિએ બનાવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલાખોરના હાથમાં ધારદાર હથિયાર છે અને આસપાસના લોકો દોડી રહ્યા છે. સાંજે અંદાજે 7 વાગ્યા ને 20 મિનિટે PAC જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષામાં તહેનાત પોલીસ ઘટનાસ્થળેથી ભાગી ગયા […]

સળગતા મકાનમાં બાળક જોરશોરથી રડી રહ્યું હતું કોન્સ્ટેબલે ઘરમાં જઈને જીવના જોખમે બચાવ્યો જીવ

પાડોશી રાજ્ય રાજસ્થાનના કરૌલી શહેરમાં શનિવારે સાંજે હિન્દુવાદી સંગઠનોની બાઈકરેલી યોજાઈ હતી. રેલી પર પથ્થરમારો થતા ઉપદ્રવીઓએ અનેક દુકાનને આગચંપી કરી હતી. માર્કેટમાં ખરીદી કરવા માટે ગયેલી બે મહિલાઓ જીવ બચાવવા માટે નજીકના એક મકાનમાં સંતાઈ ગઈ હતી.પણ મકાનમાં પણ આગ પ્રસરી ગઈ હતી. ચારેય બાજુંથી આગની જ્વાળા નીકળતી હતી. મહિલા સાથે રહેલું બાળક પડવા […]