સેલ્વાસમાં ચાર વર્ષની બાળકીની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા, મૃતદેહ કોથળામાંથી મળ્યો, પાડોશીની અટકાયત

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના (Sangh Pradesh Dadra Nagar Haveli) નરોલી (Naroli) વિસ્તારમાં 4 વર્ષની બાળકીનો (Bby girl) હત્યા (murder) કરાયેલી હાલતમાં કોથળામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સમયે અચાનક ગુમ થઇ ગઇ હતી. થોડા સમય સુધી બાળકી ઘરે […]

હચમચાવી દેતો બનાવ: આર્થિક તંગીમાં પરિવારના પાંચ સભ્યોએ કર્યો આપઘાત, કોલસા વેચીને ચલાવતા હતા ગુજરાન

બિહારના સુપૌલમાં આર્થિક તંગીથી પરેશાન થઈને એક પરિવારના પાંચ લોકોએ આપઘાત કરી લીધો છે. માતા-પિતા અને ત્રણ બાળકોએ સામુહિક આપઘાત કરી લીધો છે. સમાચાર સામે આવતા જ આસપાસના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ કેસ રાધોપુર પોલીસ મથક હેઠળ આવતા ગદ્દી ગામનો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, છેલ્લા શનિવારે આ પરિવારના સભ્યોને જોયા હતા. જે […]

પહેલી એપ્રિલથી આ 8 બેંકોની જૂની ચેકબુક નહીં ચાલે, જાણો કારણ

બેંક ગ્રાહકો (Bank customers) માટે મોટા સમાચાર આવ્યા છે. 1 એપ્રિલથી કુલ 8 બેંકોની જૂની ચેકબુક (cheque book), પાસબુક (Pass Book) અને ઇન્ડિયન ફાઇનાન્શિયલ કોડ (IFSC) નિષ્ક્રિય થઇ જશે. એટલે કે જૂની ચેકબુકથી કોઈપણ પ્રકારનું ટ્રાન્જેક્શન નહીં કરી શકાય. કારણ કે તાજેતરમાં જ આ 8 બેંકોનું અન્ય બેંકોમાં વિલય કરાયો છે. મહત્ત્વનું છે કે, બેન્કોનો […]

દેશ-વિદેશનાં ક્રેડિટ-ડેબીટ કાર્ડનાં ડેટા ચોરી લાખોની શોપિંગ કરી, કરતૂત જાણી પોલીસ પણ આશ્ચર્યમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

આંતરરાષ્ટ્રીય ગુના (International crime) આચરતી ટોળકીના ત્રણ શખ્શોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime Branch) ધરપકડ કરી. ત્રણેય શખ્સો દ્વારા વિદેશી નાગરિકોનાં ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડનાં (Credit card and debit card) ડેટા ચોરીને ઓનલાઇન શોપિંગ કરી અને ચૂનો ચોપડવામાં આવ્યો હતો. આ શખ્સોએ અંદાજીત 50 લાખથી વધુની રકમની અલગ અલગ ખરીદી કરી લીધી હોવાની કેફિયત […]

નવસારીમાં KBCના નામે 25 લાખની લોટરી લાગ્યાનો આવ્યો ફોન, 1.39 લાખ પડાવતા યુવાને કર્યો આપઘાત

નવસારી (Navsari) તાલુકાના ખેરગામમાં રહેતા આદિવાસી યુવાને 10મી માર્ચે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. પરિવારના આક્ષેપ પ્રમાણે, આ યુવકના ફોન પર મહાકેબીસીના (KBC) નામે 25 લાખની લોટરીનું ઇનામ લાગ્યું હોવાનું કહી તમારે ટેક્સના રૂપિયા ભરવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી આ યુવાને ઓનલાઇન 1.36 લાખ રૂપિયા ભર્યા હતા. જે […]

ભરૂચના જાણીતા ડૉક્ટર સાથે બ્લેકમેઇલિંગ, હૉસ્પિટલની નર્સના હોમગાર્ડ પતિએ ધમકી આપી રૂપિયા પડાવ્યા

ભરૂચના જાણીતા ડૉક્ટર (Doctor) અસ્લમ જહાં સાથે બ્લેકમેઇલિંગ (Blackmailing) થતા ચકચાર મચી જવા પામી છે. ક્લિનિકમાં કામ કરતી નર્સ (Nurse)ના પતિએ ખોટા આક્ષેપ કરી પૈસા પડાવ્યા હોવાની માહિતી સામે આવી છે. નર્સના હોમગાર્ડ પતિએ પોલીસનો રોફ જમાવી રૂપિયા પડાવ્યા હોવાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ બહાર આવ્યા છે. ભરૂચ શહેરના એમ.જી રોડ પર આવેલી નામાંકિત […]

સાયલામાં નેશનલ હાઇવે ઉપર હોટલમાં એક શખ્સ દ્વારા ફાયરિંગ, ઘટનાનો વિડિયો વાયરલ થયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલામાં (Sayala) નેશનલ હાઇવે પર હોટલમાં ફાયરિંગની (Firing) ઘટનાનો વીડિયો (Viral video) હાલમાં વાયરલ થઈ રહ્યો છે. અહીંયા નેશનલ હાઇવે પર આવેલી શ્રીજી હોટલમાં (Hotel Shreeji) એક શખ્સ આવ્યો હતો અને અચાનક તેણે ફાયરિંગ કરી દીધું હતું. જોકે, આ ઘટનાને 48થી વધુ કલાકનો સમય વીતી ગયો હોવાની શક્યતા છે. દરમિયાનમાં આ વીડિયો […]

હવે તો હદ થઈ ગઈ! સુરતમાં ધોરણ 7ની વિધાર્થીનીએ કર્યો આપઘાત, માતા-પિતા હોસ્પિટલમાં કલાકો રઝળ્યા

સુરત શહેરમાં લોકો આપઘાત કરી રહ્યાની સતત ઘટના સામે આવી રહી છે, ત્યારે સુરતના ઉધના ગાંધી કુટીરમાં એક ધોરણ 7ની 13 વર્ષની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ મોતને વહાલું કરી દેતા ચકચાર મચી ગઈ છે. 15 દિવસ બાદ વતન ઓરિસ્સા જવાની તૈયારી કરતા માતા-પિતાની ગેરહાજરીમાં આપઘાત કરી લેનાર સૃતિને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એટલું […]

સુરતમાં લુખ્ખાઓની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો: ‘મકાન ખાલી કર, વરના…’, મારા મારી સાથે કર્યો જીવલેણ હુમલો

પોલીસની નિસ્ક્રિયતાને પગલે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પહેલા તો દાદાગીરી અને મારા મારી કરતા હતા, પણ હવે તો રૂપિયાની દેતી દેતી સાથે મકાન ખાલી કરાવવા માટે લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા હોવાની ઘટના પણ સામે આવી છે, ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. સુરતમાં સતત […]

રાજકોટમાં યુવતીને મિત્રના ફ્લેટ પર લઈ જવી ભારે પડી, સિક્યુરિટી સંચાલક ‘હની ટ્રેપ’માં ફસાયો, માંગ્યા 2.5 લાખ?

રાજકોટ શહેરમાં સિક્યુરિટી એજન્સીના સંચાલક હનીટ્રેપના બનાવમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર અવધ રેસીડેન્સીમાં રહેતા મૂળ બિહારના રાજને ( નામ બદલાવેલ છે ) ગાંધીગ્રામ […]