ત્રણ દીકરા અને વહુએ ભેગા મળીને 65 વર્ષીય વૃદ્ધ માતાને કથિત રીતે દંડા અને પાઈપથી ફટકારતા તેમનું મોત નીપજ્યું છે, સાથે પિતાને પણ ઈજા પહોંચાડી છે. રાજસ્થાનના બુંદી જિલ્લાના એક ગામમાં મિલકત વહેંચણીના મુદ્દે બોલાચાલી થતા આ ઘટના બની.
શબપરીક્ષણ બાદ 65 વર્ષીય વૃદ્ધાનો દેહ પરિવારને સોંપવામાં આવ્યો. ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કમલા દેવી નામના આ 65 વર્ષીય વૃદ્ધાને તેમના ત્રણ દીકરા અને વહુઓએ ભેગા મળીને દંડા અને લોખંડની પાઈપથી કથિત રીતે ફટકાર્યા હતા. તેમના પરિવારમાં મિલકત વહેંચણીના મુદ્દે માતા-પિતા અને દીકરાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
ત્રણ દીકરા અને વહુએ ભેગા મળીને પિતા પર હુમલો કર્યો અને તેઓને ઈજાગ્રસ્ત કર્યા. ત્રણ દીકરા અને વહુઓએ ભેગા મળીને વદ્ધ માતા-પિતા પર હુમલો કરતા માતાનું કરુણ મોત નીપજ્યું છે. પોલીસને સવારે 5 વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી.
પોલીસે હત્યાના ગુનામાં ધારા 302, 323 અને 34 હેઠળ તે ત્રણેય દીકરા અને વહુ સામે ફરિયાદ દાખલ કરી છે. આ કેસની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે પણ હજુ સુધી તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..