સુરતઃ શ્રાધ્ધનો કાગવાસ એંઠવાડ બને તે પહેલાં અબોલ પશુઓનો જઠરાગ્ની ઠારતા વૃદ્ધ

સુરત: ધર્મથી સમાજમાં સુખ શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે પરંતુ કેટલાક તો ધર્મના નામે પણ અનેક પ્રકારના જુદા રસ્તાઓ શોધી કાઢીને કાં તો અજાણતામાં સમાજને કેટલીક બાબતોથી નુકસાન પહોંચાડી રહ્યા છે. શ્રાધ્ધના નામે કેટલાક વિવિધ સ્થળોએ ગંદકી કરતા જોવા મ‌ળ્યા હતા. પિતૃ તર્પણ શ્રાધ્ધના નામે ગમે ત્યાં કાગવાસ નાખી દેતા હોઈએ છીએ. કાપોદ્રાના તાપી બ્રીજ પર કેટલાક લોકો પાળી શ્રાધ્ધની વાસ નાખતા હતા તો બીજી બાજુ એક સેવાભાવી વૃદ્ધ સફાઇ કરી પુણ્ય મેળવી રહ્યા છે.

સફાઈની વચ્ચે જ કેટલાક લોકો વધુ કાગવાસ નાખી જાય છે પણ સીખ લેવાનું યોગ્ય ગણતા નથી

વૃદ્ધે નવી પહેલ શરૂ કરી

કાપોદ્રા અને ઉત્રાણને જોડતાં તાપી પરના બ્રિજ પર અનેક લોકો શ્રાધ્ધનુ જમવાનું ખીર, પુરી, બુંદી, ગાઠીંયા, રોટલી-શાક, મીઠાઈ વગેરે વાનગીઓની કાગવાસ નાખવા આવે છે. આ કાગવાસ બ્રિજના છેડા સુધી ઢગલા લાગે છે. આ અનાજ જેમને તેમ પડી રહેતાં બગડીને તે ગંદકીની સાથે આરોગ્ય સામે પણ નુકસાની બની રહ્યું છે. આ ગંદકી સાફ કરવા માટે મોટા વરાછા વિસ્તારમાં રહેતા વિઠ્ઠલભાઇ ધામેલિયાએ ધર્મ અને સમાજના હિતમાં નવી પહેલ શરૂ કરી છે.

સફાઈની વચ્ચે જ કેટલાક લોકો વધુ કાગવાસ નાખી જાય

વિઠ્ઠલભાઈ આર્થિક રીતે પણ સુખી સંપન્ન છે તેમનો એક પુત્ર તબીબ તો એક પુત્ર એન્જિનિયર છે તેમ છતાં રોજ સવારમાં બ્રિજ ઉપર મુકાતું કાગવાસને બપોર પછી વડિલ જાતે બધુંજ ભેગું કરી ગાયોને ખવડાવવા જાય છે. આ સફાઈની વચ્ચે જ કેટલાક લોકો વધુ કાગવાસ નાખી જાય છે પણ સીખ લેવાનું યોગ્ય ગણતા નથી.

આમના ભગીરભ કાર્યને લલાઈ અને શેર કરીને વધાવજો મિત્રો .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો