કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર ન લગાવો: સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે કાલે એક મહત્ત્વનો નિર્ણય સંભળાવતાં કહ્યું છે કે હવેથી કોરોના દર્દીઓના ઘરની બહાર કોઈ પોસ્ટર લગાવવામાં આવશે નહીં. કોર્ટનું કહેવું છે કે COVID-19 દર્દીઓનાં ઘરની બહાર, રાજ્ય સરકારના અધિકારીઓએ તેમની ઓળખ જાહેર કરતા પોસ્ટર લગાવવાની જરૂર નથી. જ્યાં સુધી કોઈ સક્ષમ અધિકારી તરફથી કોઈ આદેશ ન મળે ત્યાં સુધી કોઈપણ રાજ્યની સરકાર દ્વારા આ પ્રમાણે કોરોના દર્દીના ઘરની બહાર પોસ્ટર લગાવી શકશે નહીં.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે અમારી કોઈ ગાઈડલાઈન્સ મુજબ સ્ટિકર લગાવવાની જોગવાઈ અગાઉ પણ ન હતી, અત્યારે પણ નથી. આ મુદ્દે ગયા સપ્તાહે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોરોના દર્દીઓનાં ઘરની બહાર પોસ્ટર લગાવ્યાં પછી તેમની સાથે અછૂત જેવું વર્તન કરવામાં આવે છે.

સુપ્રીમને સરકારનો જવાબ- આ નિયમ નથી, પરંતુ બીજાની સુરક્ષા માટેની વ્યવસ્થા છે

કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું છે કે આ કોઈ ફરજિયાત નિયમ નથી. આ પ્રેક્ટિસનો હેતુ કોરોના દર્દીઓને કલંકિત કરવાનો નથી, પરંતુ આ વ્યવસ્થા અન્યોની સુરક્ષા માટે છે. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે કોરોના સંક્રમણને રોકવાના પ્રયત્નમાં અમુક રાજ્યોએ આ પદ્ધતિ અપનાવી છે.

સરકારના જવાબમાં જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ. આર. શાહની બેન્ચે કહ્યું હતું કે ખરેખર હકીકત અલગ છે. આ મામલે વધુ સુનાવણી ગુરુવારે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 5 નવેમ્બરે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે કોરોના દર્દીઓનાં ઘરની બહાર પોસ્ટર લગાવતાં રોકવાની ગાઈડલાઈન્સ જાહેર કરવા વિશે વિચારણા કરવી જોઈએ. આ મામલે પિટિશનર કુશ કાલરાએ અપીલ કરી હતી. આ વિશે કોર્ટે સરકારને કોઈ નોટિસ જાહેર કર્યા વગર આદેશ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો