અમદાવાદમાં જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો, દેવ બાદશાહ સહિત 9 લોકો ઝડપાયા

તાજેતરમાં દિવાળીના (Diwali) સમયમાં અમદાવાદના બાપુનગરમાં (bapunagar) દેવ બાદશાહ નામના યુવકે જાહેરમાં તલવાર વડે કેક કાપીને (cake cutting with Sword) જન્મદિવસની ઉજવણી (birthday celebration) કરી હતી. ત્યારબાદ હવામાં ફાયરિંગ (firing) પણ કર્યું હતું. જોકે, કેક કાપવાનો વીડિયો (cake cutting video) સોશિયલ મીડિયા (social media) ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ હરકતમાં આવી હતી. અને બાપુનગર પોલીસે (bapunagar police) આ ઘટનામાં દેવ બાદશાહ સહિત 9 યુવકોની ઝડપી પાડ્યા હતા. આ સાથે યુવકો પાસેથી તલવાર અને એક રાઇફલ પણ જપ્ત કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે દેવેન્દ્ર શુક્લા જેઓ બાપુનગરના મનુસાહેબની ચાલી પન્ના એસ્ટેટ રખિયાલમાં રહે છે. દેવેન્દ્ર ઉર્ફે દેવ બાદશાહનો 15મી તારીખે જન્મદિવસ હતો. જેના પગલે રાત્રે પોતાના મિત્રો સાથે જાહેરમાં તલવાર પડે કેક કાપી હતી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું હતું. દેવની સાથે મનિષ શુક્લા, રાહુલ કિશોર, સંજય શુક્લા, રાજ શુક્લા, રાહુલ ચંદુલાલ તાજપરિયા, સંદિપ પ્રેમનારાયણ પ્રજાપતિ, મોહમદ સાહિલ અંસારી અને જગદીપ પ્રજાપતિ જેઓ રખિયાલની મનુસાહેબની ચાલી રખિયાલમાં રહે છે. જ્યારે સાહિલ અંસારી મનીલાલ ચાલીમાં રહે છે.

આ તમામ 15મી રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાની આસપાસ ભેગા થઈને દેવ બાદશાહના જન્મદિવસની ઉજવણી કરી હતી. દેવે જાહેરમાં કેક કાપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને ત્યારબાદ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. એક મિત્ર આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કર્યું હતું. અને ત્યારબાદ આ વીડિયો વાયરલ થયો હતો.

જ્યારે બીજા વીડિયોની વાત કરીએ તો તેમાં એક પ્રસંગમાં જાહેરમાં હુક્કાની મોજ માણવામાં આવી રહી છે. અને ફાયરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જે વીડિયો દાણીલીમડાનો હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં તો પોલીસ આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ જ વીડિયોની હકીકત સામે આવશે.

પરંતુ સવાલ અહીએ ઊભા થાય છે કે શું હવે આવા તત્વોને પોલીસનો કોઈ ડર જ નથી. અગાઉ પણ આવા અનેક વીડિયો વાયરલ થયા છે. જેમાં પોલીસે આવા લોકો સામે કાર્યવાહી પણ કરી છે. છતાં પણ હજી કેટલાક લોકો છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યા.

વધુ મળતી માહિતી પ્રમાણે દાણીલીમડાના વાયરલ થયેલા વીડિયોને લઈને પોલીસ સક્રિય થી હતી. દાણીલીમડામાં સામાજિક પ્રસંગમાં ફાયરિંગ થયું હતું. અને હુક્કા પીતો અને ફાયરિંગ કરતો વીડિયો થતા પોલીસ હરકતમાં આવી હતી. દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. વરરાજાએ બાઉન્સરની રિવોલ્વોરથી ફાયરિંગ કર્યું હતું અને આ ફાયરિંગ મેમણ પરિવારના લગ્નમાં થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો