34 વર્ષ બાદ દેશમાં નવી શિક્ષણનીતિને મંજૂરી, 10+2 ફોર્મ્યુલા ખતમ, હવે 5+3+3+4 પેટર્ન પ્રમાણે અભ્યાસ થશે

કેન્દ્ર સરકારે બુધવારે નવી શિક્ષણનીતિને મંજૂરી આપી. તેમાં શાળાકીય શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી ઘણા મોટા ફેરફાર કરાયા છે, જે અંતર્ગત બાળકોને ધો. 5 સુધી માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં જ ભણાવાશે. સાથે જ ધો. 12 સુધી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સમાં કોઇ તફાવત નહીં હોય. સરકારે ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2035 સુધીમાં ઓછામાં ઓછા 50% સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. નવી શિક્ષણનીતિમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમને મંજૂરી અપાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વર્તમાન વ્યવસ્થામાં જો 4 વર્ષ કે 6 સેમેસ્ટર સુધી એન્જિનિયરિંગ ભણ્યા બાદ વિદ્યાર્થી કોઇ કારણસર આગળ ન ભણી શકે તો તેણે કરેલા અભ્યાસનો તેને કોઇ ફાયદો નથી થતો. જોકે, મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમમાં 1 વર્ષ બાદ સર્ટિફિકેટ, 2 વર્ષ બાદ ડિપ્લોમા અને 3-4 વર્ષ બાદ ડિગ્રી મળી જશે. તેનાથી વિદ્યાર્થીઓને ઘણી રાહત થશે. હવે 10+2 સિસ્ટમની જગ્યાએ 5+3+3+4ની પેટર્ન અપનાવાશે. શાળાકીય શિક્ષણમાં કરાયેલા ફેરફારો અંતર્ગત 6થી 9 વર્ષના બાળકો કે જે સામાન્ય રીતે ધો. 1થી ધો. 3માં હોય છે તેમના માટે નેશનલ મિશન શરૂ કરાશે, જેથી તેઓ પાયાની સાક્ષરતા અને ન્યૂમરસી સમજી શકે. 3થી 6 વર્ષનાં બાળકો એક જ રીતે અભ્યાસ કરશે, જેથી તેમનું મૌલિક અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન વધારી શકાય. ત્યાર બાદ મિડલ સ્કૂલ એટલે કે ધો. 6થી 8માં સબ્જેક્ટનો પરિચય કરાવાશે. બાળકોને ધો. 6થી જ કોડિંગ શીખવવામાં આવશે.

પ્રારંભિક બાલ્યાવસ્થા દેખભાળ માટે ટાસ્ક ફોર્સ રચાશે

આ પહેલ 3થી 6 વર્ષનાં તમામ બાળકો માટે ગુણવત્તાપૂર્ણ પ્રારંભિક-બાલ્યાવસ્થા દેખભાળ અને શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે છે. 3થી 5 વર્ષનાં બાળકોની જરૂરિયાતો આંગણવાડીઓ દ્વારા પૂરી કરાશે. 5-6 વર્ષનાં બાળકોને આંગણવાડી/સ્કૂલ સિસ્ટમ સાથે ખેલકૂદ આધારિત અભ્યાસક્રમ દ્વારા ભણાવાશે. અભ્યાસક્રમ એનસીઇઆરટી તૈયાર કરશે. સતત માર્ગદર્શન માટે સ્પેશિયલ જોઇન્ટ ટાસ્ક ફોર્સની રચના કરાશે.

મુખ્ય મુદ્દા: હવે એમ.ફિલ. નહીં થાય; કોલેજો 15 વર્ષમાં સ્વાયત્ત થશે, માન્યતાની જરૂર નહીં

  • એનઇપી-2020 દ્વારા 2 કરોડ બાળકોને ફરી મુખ્ય પ્રવાહમાં લવાશે.
  • ધો. 6થી જ ઇન્ટર્નશિપ સાથે પ્રોફેશનલ એજ્યુકેશન પણ શરૂ થઇ જશે.
  • સેકન્ડરી સુધીના શિક્ષણનો વ્યાપ બધા માટે સુનિશ્ચિત થશે. 2030 સુધીમાં 100%
  • જીઇઆરનું લક્ષ્ય.
  • ઉચ્ચ શિક્ષણમાં જીઇઆર 2035 સુધીમાં 50 ટકા સુધી વધારાશે, ઉચ્ચ શિક્ષણમાં સાડા ત્રણ કરોડ નવી બેઠકો ઉમેરાશે.
  • યોગ્ય સર્ટિફિકેટ સાથે મલ્ટિપલ એન્ટ્રી/એક્ઝિટની મંજૂરી અપાશે.
  • રિસર્ચનું મજબૂત કલ્ચર ઊભું કરવા નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સ્થપાશે.
  • ઉચ્ચ શિક્ષણના નિયમો-કાયદા હળવા હશે પણ તેમનું પાલન કડકાઇથી થશે.
  • કોલેજોને સ્વાયત્તતા આપવાની સાથોસાથ 15 વર્ષમાં માન્યતા આપવાની સિસ્ટમ ખતમ કરી દેવાશે.

5+3+3+4 સિસ્ટમનો મતલબ શું?

શાળાકીય શિક્ષણ 10+2ના બદલે 5+3+3+4 સિસ્ટમ પર આધારિત રહેશે, જે અંતર્ગત વિદ્યાર્થીઓને 4 વર્ગમાં વહેંચ્યા છે. પ્રથમ વર્ગમાં 3થી 6 વર્ષના વિદ્યાર્થીઓ હશે. તેમને પ્રી-પ્રાઇમરી કે પ્લે સ્કૂલથી માંડીને ધો. 2 સુધીનું શિક્ષણ અપાશે. ધો. 2થી ધો. 5 સુધીનો અભ્યાસક્રમ તૈયાર કરાશે. ત્યાર બાદ ધો. 5થી ધો. 8 અને તે પછી ધો. 9થી ધો.12 સુધીના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી કાર્યક્રમ તૈયાર કરાયો છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરાયું

નવી શિક્ષણનીતિમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરાયું છે. દેશને 34 વર્ષ બાદ નવી શિક્ષણનીતિ મળી છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી અપાઇ. આ અગાઉ છેલ્લે 1986માં તત્કાલીન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના કાર્યકાળમાં નવી શિક્ષણનીતિ બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો