ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ બાદ ફરીથી ફૂટી કૂંપળો, તમને શાંતિ અને હાશકારો આપે તેવી તસવીરો સામે આવી

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના કારણે 2 હજાર કરતા વધારે ઘર બળીને ખાક થઈ ગયા છે. 24 હજાર કરતાં વધારે લોકો મોતને ભેટ્યા છે. ન્યૂ સાઉથ પેલ્સના જંગલોમાં છેલ્લા 4 મહિનાથી લાગેલી આગે દુનિયાભરના લોકોને હચમચાવી નાખ્યા છે. કેટલાક દેશોએ તો પોતાના ફાયર ફાઈટરને પણ મદદ માટે ત્યાં મોકલ્યા છે. આ વચ્ચે, તમને શાંતિ અને હાશકારો આપે તેવી કેટલીક તસવીરો સામે આવી છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે જમીન કાળી થઈ ગઈ છે, બધા વૃક્ષો બળી ગયા છે પરંતુ તેની સાથે નવા છોડના ફણગા પણ ફૂટવા લાગ્યા છે અને તે પણ વરસાદ વગર.

Murray Lowe નામના ફોટોગ્રાફરે આ તસવીરોને કેપ્ચર કરી છે. તેણે લખ્યું છે કે, ‘અહીંયા વરસાદ નથી થયો તેમ છતાં એક નવું જીવન ઊગી રહ્યું છે’

આ તસવીરોને અત્યારસુધીમાં (લખાઈ રહ્યું છે ત્યારે) 40 હજાર લોકો શેર કરી ચૂક્યા છે જ્યારે 21 હજાર જેટલી લાઈક્સ છે.

આ તસવીરોને જોઈને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં પણ આશાનો સંચાર થયો છે. તેઓ કહી રહ્યા છે કે, ધરતી સાચેમાં આપણી મા છે, જે આપણું ધ્યાન રાખે છે.

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો