નવસારીમાં તાજી જન્મેલી બાળકીને રેલ્વેટ્રેક પર ત્યજી દેતા કૂતરાએ બાળકીનો આખો પગ ફાડી ખાધો, હાલત જોઈ ડોક્ટરો પણ ધ્રૂજી ઉઠ્યા

રાજકોટની અંબા બાળકી હાલ પણ હોસ્પિટલનાં બિછાને છે. તેવામાં ગુજરાતમાં વધુ એક નિષ્ઠુર માતાએ નવજાત બાળકીને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. નવસારીના વિજલપોરમાં કૃષિ યુનિવર્સિટી નજીક રેલ્વે ટ્રેક પર એક બાળકીને મરવા છોડી દેવામાં આવી હતી. જે બાદ કૂતરાએ તેને ખેંચી જઈ તેનો પગ ફાડી ખાડી દીધો હતો. ચારેક કલાક બાદ એક શ્રમજીવીની નજર તેનાં પર પડતાં બાળકીને બચાવી લેવામાં આવી હતી. પરંતુ દર્દથી કણસતી બાળકીએ ટુંકી સારવાર બાદ દમ તોડી દીધો છે.

નવસારી જિલ્લામાં આવેલ જલાલપોરમાં એક એવી ઘટના સામે આવી છે, તે જોતા ભલ-ભલાના રુંવાટા ઊભ થઈ જાય. અહીંયા કોઈ કમાવતર માતા તાજી જન્મેલી બાળકીને કૃષિ યુનિવર્સિટી નજીક આવેલ ગાંધીજીની વાડી પાસે ત્યજીને જતી રહી હતી. ત્યારે રસ્તે રખડતા સ્વાન નિર્દોષ જીવને નોંચી-નોંચી ખાઈ રહ્યા હતા. એક શ્વાનના મોંઢામાં બાળકીનો પગ લઈ ફરતું હતું, ત્યારે નજીકના ખતેરમાં કામ કરતા મજૂરો જોઈ જતા તેમણે શ્વાનને પથ્થર મારી ભગાડી દીધુ, અને નજીકમાં જાડીમાં તપાસ કરતા એક પગ વગરની, લોહી લુહામ હાલતમાં તાજી જન્મેલી બાળકી મળી આવી.

રખડતા શ્વાન બાળકીનો ડાભો પગ અને ગુપ્તાંગ આખો ખાઈ ગયા હતા. ત્યાં નજીકમાં કેરી અને ચીકુનીવાડીમાં કામ કરતા કારીગરો દ્વારા આ મુદ્દે વાડીના મલિકને જાણકારી આપતા તે તાતકાલિક દોડી આવ્યા હતા, અને બાળકીને 108ની મદદથી સારવાર માટે નવસારી ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસને પણ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. જોકે આ બાળકીની ઓળખાણ કરવી મુશ્કેલ હતી, પણ કપડાને આધારે આ બાળકી છે તેવું અનુમાન લગાવી વધુ સારવાર માટે તેને સુરત્રની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સુરતમાં બાળકીને તત્કાલિન આઇસીયુમાં સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ નાનું જીવ કેટલું દર્દ સહન કરે? બાળકીએ થોડા જ સમયમાં દમ તોડી દીધો. પોલીસે આ મામલે ગુનો નોંધી બાળકીની માતાની શોધ ખોળ શરુ કરી છે. જોકે આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા માંડ્યો હતો, શ્વાનને લઇને તથા આવી કમાવતર માતાને લઇને સ્થાનિક લોકોએ પોલીસ પર પણ દબાણ કર્યું હતું કે, ઝડપથી આ બાળકીની માતાને શોધી તેની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ બાળકીની હાલત જોતા તબીબો પણ ધ્રુજી ઉઠ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો