ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્રના ઉદયપુરમાં શાહી મેરેજ, કોણ બનશે તેમની પુત્રવધુ, જાણો વિગત
By
admin on 29th January 2018
લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજના લગ્ન ઉદયપુરમાં યોજાશે.
લગ્નની તમામ તૈયારીઓ કરવા માટે હાલ નરેશ પટેલ પરિવારજનો ઉદયપુર પહોંચ્યા છે. જ્યાં શિવરાજના લગ્ન ધોરાજીના ડો.કે.કે. વૈષ્ણવની પુત્રી ચાર્વી સાથે થવા છે.
હાલ ઉદયપુરમાં લગ્ન પહેલાની વિધિઓ શરૂ થઈ ચૂકી છે. શિવરાજ અને ચાર્વી 30 જાન્યુઆરીએ ઉદયપુરમાં જવા રવાના થશે. લગ્નથી મીડિયાને પણ દૂર રાખવામાં આવ્યું છે.
શિવરાજ અને ચાર્વી પ્રભૂતમાં પગલા પાડ્યા ઉદેપુરથી રાજકોટ પરત આવશે. ત્યાર બાદ 1 ફેબ્રુઆરીએ રાજકોટમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
રિસેપ્શનમાં સમાજના આગેવાનો સહિત રાજકીય હસ્તીઓ પણ હાજર રહેશે.
નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન છે.