ગયા મહિને પદ્મશ્રીથી સન્માનિત થનારા નંદા સરનું 104 વર્ષની વયે નિધન, 70 વર્ષ સુધી મફતમાં બાળકોને શિક્ષણ આપ્યું

પદ્મશ્રી નંદ કિશોર પ્રુસ્ટીનું 7 ડિસેમ્બર મંગળવારના રોજ અવસાન થયું. તેમણે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, તેમની ઉંમર 104 વર્ષની હતી. તેઓ લોકોમાં નંદા સર તરીકે પ્રખ્યાત હતા. બપોરે 1.30 કલાકે તેમનું અવસાન થયું હતું. તેમને ગયા મહિને જ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તેમના નિધન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, નંદ કિશોર પ્રુસ્ટીજીના નિધનથી દુઃખી છું. ઓડિશામાં શિક્ષણનો આનંદ ફેલાવવાના તેમના પ્રયાસોને કારણે ખૂબ જ આદરણીય નંદા સરને પેઢીઓ સુધી યાદ કરવામાં આવશે. તેમણે થોડા અઠવાડિયા પહેલા પદ્મ એવોર્ડ સમારોહમાં દેશનું ધ્યાન ખેચ્યું હતું.

તેમના નિધન પર શોક વ્યક્ત કરતા ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, નંદ કિશોર પ્રુસ્ટીજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. ઓડિશામાં બાળકોને મફત શિક્ષણ આપવામાં તેમના અગ્રણી યોગદાન બદલ તેમને તાજેતરમાં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્ર આ મહાન આત્માને તેમની નિઃસ્વાર્થ સેવા માટે હંમેશા યાદ રાખશે.

ઓડિશાના રહેવાસી નંદ કિશોર પ્રુસ્ટીને ગયા મહિને શિક્ષણના ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાન બદલ રાષ્ટ્રપતિના હાથે પદ્મ પુરસ્કાર મળ્યો હતો. તેનો અભ્યાસ અધૂરો રહી ગયો હતો અને તે સાતમા ધોરણ સુધી જ ભણી શક્યા હતા. પરંતુ તેમણે અભણ બાળકોને સાક્ષર બનાવવાનું નક્કી કર્યું અને હજારો બાળકોના જીવનમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવ્યો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો