સામાજિક બંધુત્વનું અનોખું ઉદાહરણ: મુસ્લિમ ભાઇએ હિન્દુ બહેનનું કન્યાદાન કરી ભાઈનો ધર્મ નિભાવ્યો

પાલનપુર તાલુકાના નળાસર (ગો) ગામે ગુરૂવારે શિવજીના મંદિરે સામાજીક બંધુત્વનો ત્રિવેણી પ્રસંગ ઉજવાયો હતો. જ્યા ગામના ચૌધરી યુવકે ગઠામણ ગામની એક પુત્રીને સાથે લઇને આવેલી મોદી સમાજની ત્યકતા મહિલા સાથે લગ્નગ્રંથીથી જોડાઇને સામાજીક સમરતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ. જ્યારે લગ્ન ગ્રંથીથી જોડાનાર મહિલાના મુસ્લિમ ભાઇએ કન્યાદાન કરી ભાઇનો ધર્મ નિભાવ્યો હતો. પાલનપુર તાલુકાના નળાસર ગામે ગુરૂવારે શિવજીના મંદિરે અનોખી લગ્નવિધી થઇ હતી.

મુસ્લિમ ભાઈએ કન્યાદન કરી ભાઈનો ધર્મ નિભાવ્યો

આ અંગે ગામના સરપંચ પુરીબેન કેશરભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ગામના ચૌધરી સમાજના દિનેશભાઇએ પાલનપુરના ગઠામણ ગામના અંકિતાબેન મોદી કે જેઓ ત્યકતા છે. અને એક દીકરીની માતા છે. એમની જોડે ગામના શિવજીના મંદિરમાં ફૂલહાર સહિતની ધાર્મિક વિધી સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. જ્યાં અંકિતાબેને બનાવેલા ધર્મના ભાઇ શમશેરપુરા ગામના આશિતખાન પઠાણ તેમના પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને અંકિતાબેનનું કન્યાદાન કરી ભાઇનો ધર્મ નિભાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને સમૂહ ભોજન લીધુ હતુ.

જાન ન જોડી, મહિલાને સામેથી ગામમાં લવાઈ

દિનેશભાઇ ચૌધરીએ લગ્ન કરવા માટે જાન જોડી ગઠામણ ગામે જવાના બદલે તેમની પરિણીતા અને પરિવારને સામેથી નળાસર ગામે બોલાવ્યા હતા. જ્યાં શિવજીના મંદિરે ફુલહાર સહિતનો પ્રસંગ ઉજવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો