નડિયાદની ખાનગી શાળાના શિક્ષકને સગીરા સાથે દુષ્કર્મ કેસમાં શિક્ષકને આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ ત્રણ વર્ષ પહેલા પોક્સો હેઠળ દોષિત ઠેરવી સેશન્સ કોર્ટે 3 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ ઘટનામાં ધોરણ – 8ની વિદ્યાર્થીની સાથે ખાનગી શાળાના શિક્ષકે શાળાના ટોયલેટમાં જ દુષ્કર્મ આચર્યુ હતું. 13 જુલાઈ 2020ના રોજ તેની ફરિયાદ થઈ હતી આખરે નડિયાદની ખાનગી સ્કૂલના શિક્ષક મનીષ પરમારને કોર્ટે સજા સંભાળવી દીધી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે નડિયાદની યુરો સ્કુલના શિક્ષકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ધોરણ 8ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજારવાના કેસમાં શિક્ષક મનીષ પરમારને નડિયાદ કોર્ટે આજીવન કેસની સજા ફટકારી છે. 13 જૂલાઈ 2020ના રોજ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી શિક્ષક કે સગીર વિધાર્થિનીને પ્રેમપત્ર મોકલાવવા, તેની છેડતી કરવી, જેવી અનેક ઘટનાઓને અંજામ આપ્યો હતો. જે બાદ સગીર વિધાર્થિની સાથે શાળાના ટોયલેટમાં જ દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો હતો.
શું છે મામલો
આ અંગે વિગતે વાત કરીએ તો દોષિત શિક્ષક પર નડિયાદની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા સાથે અડપલા કરવાનો આરોપ લાગ્યો હતો. એટલું જ નહીં નડિયાદની યુરો સ્કૂલના શિક્ષક મનીષ પરમાર ધોરણ-8ની વિદ્યાર્થીનીને શાળા જ ટોયલેટમાં લઈને દુષ્કર્મ આચર્યું હતું.
દોષિત મનીષ પરમારે સગીરાને પી.ટી. તથા ડાન્સ ક્લાસમાં બાકી રહેલો અભ્યાસ કરાવવા અલગ અલગ ક્લાસમાં એકલી બેસાડી અભ્યાસ પુરો કરાવવા દરમિયાન પેટ તથા છાતીના ભાગ સહિત શરીરના અંગો પર અડપલાં કરીને કોઈ કહીશ તો માર મારવાની ધમકી આપી હતી. ત્યાર બાદ આ મામલે સગીરાના માતાએ ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને પગલે દોષિત પર સ્પે.પોક્સો હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..