રસોઈમાં વપરાતુ આ તેલ માથામાં લગાવશો તો મળશે અઢળક ફાયદા, એકવાર ટ્રાય જરૂર કરજો..

1 સરસવનું તેલઃ

સરસવના તેલની સુગંધ થોડી તેજ હોય છે અને સદીઓથી તે રસોઈમાં વપરાતુ આવ્યું છે. તેમાં અનેક ઔષધીય ગુણ હોય છે. વાળમાં રફ થઈ ગયા હોય, નીચેથી સ્પ્લિટ એન્ડ્સ હોય, ડેન્ડ્રફ હોય કે પછી વાળ ખરતા હોય, આ તેલ તેમાં અકસીર ઈલાજ છે. 100 ગ્રામ સરસવના તેલમાં 884 કેલરી હોય છે. તેમાં 12 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ, 21 ગ્રામ પોલિઅનસેચ્યુરેટેડ ફેટ, 59 મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે. શિયાળામાં ત્વચા સૂકી ન પડે એ માટે તે સ્કિન પર પણ લગાવવામાં આવે છે. વાંચો સરસવનું તેલ માથામાં લગાવશો તો કેવા ચમત્કારિક ફાયદા થશે.

 વાળને પોષણ આપેઃ

સરસવના તેલમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ફંગલ તત્વો હોય છે. માથામાં નિયમિત સરસવનું તેલ નાંખવાથી તે વાળના મૂળિયાને પોષણ આપે છે જેને કારણે વાળનો ગ્રોથ ઝડપી બને છે. ધ્યાન રાખો કે તમે કોલ્ડ પ્રેસ્ડ અને ઓર્ગેનિક ઓઈલ જ વાપરો.

વાળને ધોળા થતા અટકાવેઃ

સરસવના તેલમાં જરૂરી બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તે વાળનો ઓરિજિનલ હેર કલર પાછો લાવે છે. તમે નિયમિત આ તેલથી મસાજ કરશો તો વાળ વહેલા ધોળા નહિ થાય. તેમાં થોડા સૂકાયેલા લીમડાના પાન નાંખો અને મેથીના દાણા વાટીને નાંખો, બેસ્ટ રિઝલ્ટ મળશે.

આ સમસ્યાઓથી અપાવે છૂટકારોઃ

સરસવના તેલથી તમે રગ્યુલર મસાજ કરશો તો સ્કાલ્પના ઈન્ફેક્શન અને વાળની બીજી સમસ્યાઓથી રાહ મળશે.

ડેન્ડ્રફઃ

સરસવના તેલમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ પ્રોપર્ટીઝ હોય છે. તેને કારણે સ્કાલ્પ હેલ્ધી બને છે અને ડેન્ડ્રફ દૂર થાય છે. સરસવના તેલ, મેથીના દાણા અને દહીંના મસ્કાની પેસ્ટ બનાવી માથામાં લગાવો. 20 મિનિટ રાખી શેમ્પૂ કરી નાંખો. રાત્રે વાળમાં સરસવનું તેલ લગાવી બીજી સવારે વાળ ધોઈ નાંખો, ડેન્ડ્રફમાંથી છૂટકારો મળી જશે.

વાળ ઝડપી વધેઃ

સરસવના તેલ માથામાં બ્લડ સરક્યુલેશન વધારે છે. આ કારણે વાળનો ગ્રોથ ઝડપી બને છે. તેમાં પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે. આ બંને વાળ માટે ખૂબ જ જરૂરી છે.

વાળ ખરતા અટકાવેઃ

સરસવના તેલમાં રહેલુ પ્રોટીન વાળ માટે મહત્વનું છે. તેનાથી વાળનો ગ્રોથ વધે છે અને વાળ મજબૂત બને છે. નિયમિત સરસવના તેલથી મસાજ કરવાથી વાળ ખરતા અટકી જશે.

કુદરતી કંડિશનરઃ

સરસવનું તેલ ખૂબ જ સારુ કંડિશનર છે. તેમાં વિપુલ માત્રામાં આલ્ફા ફેટી એસિડ્સ હોય છે જેને કારણે વાળ રૂક્ષ નથી બનતા. તે વાળને જાડા બનાવે છે અને ગ્રોથ વધારે છે. શેમ્પૂ કરવાની રાત પહેલા માથામાં સરસવના તેલની માલિશ કરો.

દહીં અને સરસવનું તેલઃ

1 ચમચી સરસિયાનું તેલ, બે ચમચી દહીં અને ઈંડુ મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને વાળમાં બરાબર લગાવો અને 45 મિનિટ રહેવા દો. માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ નાંખો. વાળ એકદમ સોફ્ટ અને ચમકદાર બની જશે.

એરંડા, ઓલિવ ઓઈલ અને સરસવના તેલનું માસ્કઃ

આ ત્રણે તેલને એક સરખા પ્રમાણમાં મિક્સ કરીને માથામાં બરાબર મસાજ કરો. ઓઈલ માસ્કને ઓછામાં ઓછુ અડધો કલાક રહેવા દો. અઠવાડિયે બે વાર આ પ્રયોગ કરો, રૂક્ષ વાળથી છૂટકારો મળી જશે.

એલોવેરા અને સરસવના તેલનું માસ્કઃ

2 ચમચી એલોવેરા જેલને 2 ચમચી સરસિયાના તેલ સાથે મિક્સ કરો. આ હેરપેક વાળમાં લગાવો. 30 મિનિટ રહેવા દો અને વાળ ધોઈ નાંખો. આ હેરપેક વાળને પોષણ આપવા સાથે સાથે ડેન્ડ્રફથી પણ છૂટકારો અપાવશે.

મેથી, દહીં અને સરસિયાનું માસ્કઃ

2 ચમચી મેથીના દાણા પલાળી દો. 1 કપ દહી લઈને 2 ચમચી સરસિયાનું તેલ અને થોડા ટીપા ઓલિવ ઓઈલ નાંખી બ્લેન્ડરથી મિક્સ કરી દો. આ પેસ્ટ આખા વાળમાં લગાવો. ધોતા પહેલા એક કલાક રહેવા દો. આમ કરવાથી સિલ્કી, સ્મૂધ અને હેલ્ધી વાળ મળશે…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો