ગોધરાના મુસ્લિમ વિસ્તારમાં એક માત્ર હિન્દુ રાધેભાઇ કારેભાઇ ગોસાઇ પરિવાર સાથે છેલ્લા 30 વર્ષથી રહીને શાકભાજીનો ધંધો કરી ગુજરાન ચલાવતા હતા. મંગળવારે સાંજે રાધેનું હાર્ટએટેક આવતાં અવસાન થતાં ઘરમાં રોકકળ મચી હતી. રડવાનો અવાજ સાંભળતાં આજુબાજુ રહેતા મુસ્લિમ ભાઇ-બહેનોએ દોડી આવી હિન્દુ પરિવારને સાંત્વના આપી હતી.
તમામ હિંદુ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરીશું
રાધેનો પુત્ર કામકાજ અર્થે યુપીમાં હોવાથી આવી શકે તેમ ન હોવાથી આજુબાજુના મુસ્લિમ સમીર પઠાણ સહિત અન્ય યુવાનોએ પરિવારને જણાવ્યું હતું કે રાધેની અંતિમયાત્રાની તમે લોકો ચિંતા કરશો નહી. અમે તમામ યુવાનો હિન્દુ રિતરીવાજ મુજબ અંતિમક્રિયા કરીશું. તેમ જણાવ્યું હતું અને મંગળવાની આખી રાત હિન્દુ પરિવાર સાથે દુ:ખમાં વિતાવી હતી.
મુસ્લિમ લોકોએ પણ નનામીને કાંધ આપી
બુધવારની સવારથી અંતિમયાત્રા માટેની તમામ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જે વિધીની જાણ ન હતી તે હિન્દુ મિત્રોને પૂછી પૂર્ણ કરી હતી. અને હિન્દુ રાધેની મુસ્લિમ યુવાનોએ ખાંધ આપી સ્મશાન સુધી લઇ ગયા હતા. જ્યાં તેના મૃતદેહને ફેરા ફરાવી તમામ હિન્દુ રિતીરિવાજ કર્યા હતા. મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુની નનામીને ખાંધ મળેલી જોઇ અંતિમ રથના ચાલકનું પણ દિલ ભરાઈ આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..