બે બ્રહ્મચારી સાધુ નદીના કિનારે ઊભા હતા, બીજા કિનારે એક યુવતી હતી તેને નદી પાર કરવી હતી પરંતુ નાવ નહોતી, એક બ્રહ્મચારીએ તેને પીઠ ઉપર ઉપાડી નદી પાર કરાવી દીધી, બીજાએ તેને કહ્યુ – તે મહિલાને સ્પર્શ કર્યુ છે અને આ પાપ છે, જાણો પછી શું થયું?

એક પ્રાચીન લોકકથા છે. એક નગરની બહાર આશ્રમ હતો. તે બ્રહ્મચારી સાધુઓનો હતો. ત્યાં મહિલાઓનો પ્રવેશ વર્જિત હતો. બધા બ્રહ્મચારી સાધુઓને સખત સૂચના આપેલી હતી કે મહિલાથી દૂર રહો. તેમનો સ્પર્શ ન કરો જેથી મનમાં કોઈ કામ ભાવના ન જાગે. બધા બ્રહ્મચારી સાધુ તેનું સંપૂર્ણ ઇમાનદારીથી પાલન પણ કરતા હતા. આ આશ્રમના સાધુઓની પ્રસિદ્ધિ સંપૂર્ણ નગરમાં હતી. લોકો દૂર-દૂરથી અહીં જ્ઞાન લેવા આવતા હતા.

એક વખત આ આશ્રમના બે સાધુ નદીના કિનારે ઊભા હતા. નદીમાં પાણી ઊંડું હતુ. બંને પરસ્પર પોતાના જ્ઞાનનું આદાન-પ્રદાન કરી રહ્યા હતા. ત્યારે બંનેની નજર નદીના બીજા કિનારે પડી. સામેના કિનારે એક યુવતી ઊભી હતી. તે પરેશાન હતી કારણ કે તેને નદી પાર કરવાની હતી અને તે સમયે ત્યાં કોઈ નાવ ન હતી. યુવતીએ સાધુઓને અવાજ લગાવ્યો. તેણે બંનેને કહ્યુ દેવી, અમે બ્રહ્મચારી છીએ, મહિલાને સ્પર્શ નથી કરી શકતા. અમને માફ કરો.

યુવતીની ગભરામણ વધી રહી હતી. બીજો બ્રહ્મચારી આ બધુ જોઇ રહ્યો હતો. તેને યુવતીની પરેશાની સમજ આવી રહી હતી. તેણે કંઈક વિચાર્યુ અને નદીમાં કૂદી ગયો. તરીને તે બીજા કિનારે પહોંચ્યો અને યુવતીને પોતાની પીઠ પર ઉપાડીને નદી પાર કરાવી દીધી. પહેલો બ્રહ્મચારી આ બધુ જોઇ રહ્યો હતો. યુવતી પોતાના ઘર માટે નીકળી ગઈ. બંને બ્રહ્મચારીઓ પણ આશ્રમના રસ્તે આગળ વધ્યા. પહેલા બ્રહ્મચારીએ યુવતીની મદદ કરનાર સાથીને કહ્યુ, મિત્ર આ તે શું કરી નાખ્યુ. મહિલાઓનો સ્પર્શ પણ આપણાં માટે પાપ છે અને તે તો તેને પોતાની પીઠ પર ઉપાડીને નદી પાર કરાવી દીધી. બીજો બ્રહ્મચારી ચૂપ રહ્યો. કોઈ જવાબ ન આપ્યો.

આખા રસ્તે પહેલો બ્રહ્મચારી આ વિશે બોલતો રહ્યો. બીજાને પોતાની ભૂલ જણાવતો રહ્યો. જ્યારે બંને આશ્રમના દ્વાર પર પહોંચ્યા ત્યારે પહેલો સાધુ આ વાત રિપીટ કરી રહ્યો હતો કે મિત્ર તે આજે નિયમ તોડી દીધો છે, આ યોગ્ય નથી, તારે પ્રાયશ્ચિત કરવું પડશે. ત્યારે બીજાએ હસતા કહ્યુ – મિત્ર મેં તો તે યુવતીને નદીના કિનારે જ ઉતારી દીધી હતી, પરંતુ તું તો તેને હજી સુધી ઉપાડીને ફરી રહ્યો છો. હું તો તેને ભૂલી પણ ગયો, તે તેને મગજમાં ઉપાડી રાખી છે. પાપ કયા થયો?

મેં તો તેની મદદ કરી. તેને પીઠ પર બેસાડી પરંતુ તેના માટે મનમાં કોઈ ખરાબ વિચાર ન હતા. મદદનો જ ભાવ હતો. તેને નાની બહેન માનીને નદી પાર કરાવી હતી. મન ક્યાંય ભટક્યુ નહીં. પરંતુ તે તો તારા મનમાં પાપવાળી ભાવનાઓ બેસાડી લીધી. કોઈ માટે આવું વિચારવું પાપ છે. મનને શુદ્ધ રાખો, બ્રહ્મચર્ય મનની અવસ્થા છે. જો મનમાં પાપના ભાવ છે તો ક્યારેય બ્રહ્મચર્ય સફળ નથી થઈ શકતું. પહેલા બ્રહ્મચારીને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. તેણે પોતાના મિત્ર પાસે માફી માંગી અને જીવનનો આટલો મહત્વપૂર્ણ પાઠ શીખવવા માટે આભાર વ્યક્ત કર્યો.

બોધપાઠ

પાપ અને પુણ્ય કર્મોથી નથી થતું. તેની પાછળના ઉદ્દેશ્યથી પાપ અને પુણ્યનો નિર્ણય થાય છે. જો કોઈ ખોટી ભાવનાથી આપણે કોઈની મદદ કરીએ છીએ તો તે પાપ છે પરંતુ કોઈ સારા ઉદ્દેશ્ય માટે આપણે નિયમ પણ તોડીએ છીએ તો તે પાપ નથી. જેમ કે સૈનિક પોતાના દેશની રક્ષા માટે દુશ્મનને મારે છે અને કોઈ ડાકૂ ધન માટે કોઈને મારે છે. બંનેના કર્મ એ છે પરંતુ ઉદ્દેશ્ય જુદા-જુદા, એટલે આપણે સૈનિકનું સન્માન કરીએ છીએ અને ડાકૂને સજા મળે છે.

આ પણ વાંચજો – વેપારી ગધેડા ઉપર મીઠાંના કોથળા રાખીને જઈ રહ્યો હતો, ત્યારે ગધેડાનો પગ લપસી ગયો અને તે નદીમાં પડી ગયો, પાણીમાં મીઠું ઓગળી જવાથી ગધેડાનો ભાર ઓછો થઈ ગયો હતો, બીજા દિવસે ભાર ઓછો કરવા માટે ગધેડો જાણી-જોઇને નદીમાં બેસી ગયો, જાણો પછી વેપારીએ શું કર્યું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો