કરજણમાં મહિલાએ બે પુત્રો સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું, માતા અને નાના પુત્રનું મોત, મોટા પુત્રનો ચમત્કારિક બચાવ

કરજણ રેલવે સ્ટેશન પર માતાએ તેના બે પુત્રો સાથે રાજકોટ કોઇમ્બતુર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતુ મૂક્યું હતું. જેમાં મોટા દીકરાનો ચમત્કારિક બચાવ થયો છે જ્યારે માતા અને નાના પુત્રનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, આ મહિલાનું નામ સુશીલાબેન મહેશભાઈ સલાવીયા હોવાનું જાણવા મળ્યું છે. રેલવે પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડભોઈ તાલુકાના પારીખા ગામની 30 વર્ષની મહિલા સુશીલાબેન મહેશભાઈ સલાવીયા (ઉ.વ. 30) તેના બે પુત્રો સાથે તેના પિયર વલણ જવા માટે નીકળી હતી. કરજણ રેલવે સ્ટેશન પર માતા અને બંને પુત્ર બેઠા હતા. દરિમયાન રાજકોટ- કોઇમ્બતુર એક્સપ્રેસ ટ્રેન આવતાં સુશીલાબેને બંને પુત્રો સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું હતું.

જેમાં સુશીલાબેન અને 8 વર્ષનો નાનો પુત્ર હાર્દિક મહેશભાઈ સલાવીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજો પુત્ર વિષ્ણુ પાટા અને પ્લેટફોર્મ વચ્ચે જતાં રહેતા તેનો બચાવ થયો છે. વિષ્ણુને હાથમા થોડી ઇજા થઇ હતી.

પ્રેમી-પ્રેમિકાએ પણ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતુ
થોડા સમય પહેલા પોર ગામનો પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પોર ગામનો છોકરો અને જામ્બા ગામની છોકરીનું સગપણ હતું. એ દિવસે છોકરીના પિતાએ છોકરાના પિતાને અપમાનિત કરીને સગપણ કર્યું ન હતું. જેમા છોકરીના પિતા છોકરીને એની માતા પાસે આનંદ મૂકી આવ્યા હતા. પણ છોકરી અને છોકરો વડોદરા ખાતે મળ્યા હતા.

તેઓ એક માસ પહેલા ભાગી ગયા પણ હતા પરંતુ તેમના પરિવારજનો વચ્ચે ઝઘડો થતા સગાઈ થઇ ન હતી. જે બાદ છોકરો અને છોકરી કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં પ્લેઝર ઈન્ડિયા કંપનીની પાછલા ભાગે વડોદરાથી સુરત જતી ટ્રેન નીચે પડતું મૂકીને બન્નેએ જીવન ટુકાવ્યૂ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો