જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાનની અર્થીને મા-બહેને આપ્યો ખભો, ત્રણ મહિનાની દીકરીએ આપ્યો મુખાગ્નિ, આ દૃશ્ય જોઈને તમારી આંખો ભીની થઈ જશે

જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા ગુરદાસપુરના લાલ રંજીત સિંહ સલારિયાને ગુરુવારે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. હજારો લોકોએ ભીની આંખે દેશના સપૂતને વિદાય આપી હતી. રંજીત સિંહ 13 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં શહીદ થયા હતા. 12,000 ફૂટની ઊંચાઈ પર -30 ડીગ્રી તાપમાનમાં તે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હિમ સ્ખલનમાં તેમનું અવસાન થયું હતું. રંજીત સિંહ ભારતીય સેનાની 45 રાઈફલ્સમાં તૈનાત હતા.

શહીદીના ચાર દિવસ બાદ તેમનું પાર્થિવ શરીર શ્રીનગરથી વિશેષ વિમાનમાં અમૃતસરના રાજાસાંસી એરપોર્ટ પર લવાયું હતું. સેનાના જવાનોએ સૈન્ય વાહનથી પાર્થિવ શરીર તિબ્બડી કેંટ પહોંચાડ્યો હતો. ત્યાંથી શહીદનું પાર્થિવ શરીર તેમના ગામ સિદ્ધપુર લવાયું હતું. જેક રાઈફલ્સના જવાનોએ શહીદને સલામી આપી હતી.

જવાનનો મૃતદેહ ત્રિરંગામાં લપેટાઈને ગામ પહોંચ્યો તો આખો માહોલ શોકગ્રસ્ત થઈ ગયો હતો. પિતા હરબંસ સિંહ, પત્ની દીયા અને બહેન જ્યોતિની કરુણ ચિત્કારો સાંભળીને બધા હચમચી ગયા હતા. દીયાએ જ્યારે શહીદ પતિનું કૉફીન જોયું તો તેની ધીરજ તૂટી ગઈ. તેના મોંમાંથી એ જ શબ્દ નીકળ્યા, “મારા રંજીતને બહાર કાઢો, એનો શ્વાસ રૂંધાય છે. મારી પરીને તેના પિતાને જોવા છે. જો પરી પપ્પા આવી ગયા છે.” આટલું કહીને તે બેભાન થઈ ગઈ હતી.

જવાનની અર્થીને તેમની માતા અને બહેને ખભો આપ્યો હતો. આ દૃશ્ય જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ હતી. શહીદ રંજીત સલારિયા પોતાના હસમુખ સ્વભાવને કારણે આખા ગામના લાડલા હતા. તેમને સ્મશાન લઈ જવાતા હતા ત્યારે ગામના યુવાનોએ પોતાના સાથીના સન્માનમાં ફૂલો વરસાવીને તેમની શહીદીને નમન કર્યું હતું.

શહીદ સિપાહી રંજીત સલારિયાએ ઓક્ટોબરમાં જન્મેલી દીકરી સાનવીના જન્મ પર ખૂબ જશ્ન મનાવ્યો હતો. તે લાડથી દીકરીને પરી કહેતા હતા. આ નાનકડી પરીએ દાદા હરબંસ સિંહ અને કાકા સુરજીત સિંહ સાથે પોતાના નાના હાથે શહીદ પિતાની ચિતાને મુખાગ્નિ આપી હતી. આ સમયે આખો સ્મશાન ઘાટ રંજીત સલારિયા અમર રહે, ભારત માતા કી જયના નારાથી ગૂંજી ઊઠ્યો હતો.

રંજીત સિંહની કુરબાનીથી તેમના પરિવારનો સહારો છીનવાઈ ગયો છે. આમ તો તેમની શહીદીની કોઈ ભરપાઈ થઈ શકે તેમ નથી છતાંય સરકારની પોલિસી મુજબ શહીદની પત્ની દીયાને તેના ક્વોલિફિકેશન મુજબ નોકરી આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો