મોરબીના ઘુંટુ ગામના એક જ પરિવારનાં ત્રણ ભાઇ બહેન કોરોના કાળમાં રજા લીધા વગર 3 મહિનાથી સતત બજાવી રહ્યાં છે ફરજ

રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 30 હજારને પાર કરી ગયો છે. જેમાંથી 20 હજારથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે. સતત વધી રહેલા દર્દીઓના આંકડા વચ્ચે સ્વાસ્થ્ય કર્મચારીઓ મહિનાઓથી ઘરે ગયા વિના લોકોની સેવામાં લાગેલા છે. ત્યારે મોરબીના એક નાનકડા ગામમાંથી આવતા એક પરિવારના ત્રણ-ત્રણ સંતાનો કોરોના વોરિયર્સ બનીને દર્દીઓની સેવા કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મોરબી તાલુકાના મૂળ ઘુંટુ ગામના વતની, હાલ મોરબીમાં યદુનંદન વિસ્તારમાં રહેતા વશરામભાઈની 2 દીકરીઓ અને એક દીકરાએ એમ.બી.બી.એસ.નો અભ્યાસ પુરો કર્યો છે. જો બાદ તેઓ વિવિધ સરકારી હૉસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે.

જયંતીભાઈની મોટી દીકરી ડૉ. અવની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં કોરોનાના સેમ્પલ ચેકિંગની ફરજ બજાવે છે. તેમની બીજી ડૉ. કૃતિ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં કોરોનાના દર્દીના સેમ્પલ લઇને ચેકિંગની ફરજ બજાવે છે.

તેમજ તેમનો સૌથી નાનો દીકરો ડૉ. કરણ જુનાગઢની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના ઈલાજ માટે ફરજ બજાવી રહ્યા છે.

આમ, એક જ પરિવારના ત્રણ સંતાનો છેલ્લા ત્રણ મહિનાથી રજા લીધા વિના ખરા અર્થમાં કોરોના વોરીયર્સ બનીને કોરોના સામે સરકારી હોસ્પિટલમાં અવિરત ફરજ બજાવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો