સુરતમાં હેલમેટ વગર જતી મોપેડ સવાર મહિલાઓને અટકાવાતા પોલીસ સાથે થઈ ગઈ ઝપાઝપી

ટ્રાફિકના નવા કાયદા આવ્યા બાદ પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષના બનાવો વધવા પામ્યા છે. જેમાં ચોપાટી પાસે ટ્રાફિક પોઈન્ટ પરથી મોપેડ પર પસાર થતી બે મહિલાઓને અટકાવવામાં આવી હતી. હેલમેટ વગર જતી મહિલાઓ પાસેથી ગાડીના જૂરૂરી દસ્તાવેજો ન મળી આવતાં પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન મહિલાઓએ ફોન કરીને પોતાના સંબંધીઓને બોલાવી લઈ પોલીસને ગાળો આપવાની સાથે સાથે જાહેરમાં ઝપાઝપી કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલાઓએ મેમો ન સ્વિકાર્યો

પીઆઈ ભગતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ચોપાટી ટ્રાફિક પોઈન્ટ પરથી મોપેડ (જીજે 05 એસઝેડ 8076)સવારે બે મહિલાઓને અટકાવવામાં આવી હતી. તેમણે હેલમેટ નહોતો પહેર્યો અને જરૂરી દસ્તાવેજ ગાડીના માંગ્યા તો તે પણ નહોતા. જેથી તેમને દંડની રકમનો મેમો આપવામાં આવી રહ્યા હતાં. આ દરમિયાન ગાળા ગાળી મહિલાઓ કરવા લાગી હતી અને ફોન કરીને પોતાના સંબંધીઓને ઘટના સ્થળે બોલાવી લીધા હતાં. પછી જાહેરમાં અભદ્રવર્તન કરવામાં આવ્યું હતું. પીઆઈ સહિતના સ્ટાફને મહિલાઓએ ઝપાઝપી કરીને કાંકરીચાળો કરવા લાગ્યા હતાં. બાદમાં ઉમરા પોલીસને જાણ કરવામાં આવતાં ડી સ્ટાફ અને મહિલા સ્ટાફે આવીને મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

પીઆઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મહિલાઓએ જાહેરમાં ફરજ રૂકાવટ કરીને અભદ્ર વર્તન કરીને તમાશો કર્યો હતો. પોલીસ પર હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગાડીની ચાવી માંગવામાં આવી તો તે પણ ન આપી અને આરટીઓ દંડની પાવતી પણ ન સ્વિકારી ગુનો કર્યો હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો