રાજકોટ: જનેતાએ જન્મતાની સાથે જ ફેંકી દેતા લોહીલુહાણ હાલતમાં મળી આવેલી ‘અંબે’ મોતના મોઢામાંથી 52 દિવસે સ્વસ્થ થઈ

કહેવાય છે કે, મારવાવાળા કરતા બચાવવાવાળો મોટો છે આવું જ થયું છે તાજી જન્મેલી બાળકી અંબેના જીવનમા માંએ જન્મતાની સાથે જ ફેંકી દીધી, કુતરાઓએ ચુથી નાખી, લોહીલુહાણ હાલતમાં મળી, આંતરડા અને પેટમાં ઈન્ફેકશન લાગ્યું આમ છતા આ બાળકી જીવી ગઈ છે અને આજે ૫૨માં દિવસે તેની તંદુરસ્તી ડિસ્ચાર્જ કરી દેવા જેટલી સારી છે છતા કોરોનાની બિમારી વચ્ચે સાવચેતી માટે તેને ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવી છે.

આ બાળકીને કુતરાના મ્હોમાંથી ભીંચરી-થેબચડાની સિમમાં ક્રિકેટ રમવા ગયેલા યુવાનોએ ઉતારીને પોલીસને સુપ્રત કરી હતી. પોલીસે તાકિદે સિવિલમાં ખસેડી સારવાર શરૂ કરાવેલી અને પોલીસ કમિશનરે તેને અંબે નામ આપ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આ અંબે 52 દિવસની સારવાર બાદ સ્વસ્થ છે. બાળકીનો હવાલો જિલ્લા તંત્રએ સંભાળીને પ્રાંત અધિકારી ચરણસિંહને તેમની દેખરેેખ સોંપી છે.

ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતુંકે, બાળકી સ્વસ્થ છે. તેના ઘાવ રૂજાઈ ગયા છે. ઈન્ટરનલ ઈન્ફેકશન પણ મટી ગયું છે. હાલહિપના સાંધામાં લોહીની ગાંઠ છે તેને ઓગાળવા માટે હિપેરીન ઈન્જેકશન આપવામાં આવે છે. આ ઉપરાંત વીટામીન યુક્ત દવાઓ અપાય છે.

આ સિવાય હવે ખાસ કોઈ સારવારની તેને આવશ્યકતા નહિ હોવાનું તબીબો જણાવી રહ્યા છે. બાળકી સ્વસ્થ થઈ જાય પછી તેને કાઠીયાવાડ બાલાશ્રામમાં મુકવાની યોજના હતી પણ કોરોનાની બિમારી આવી જતા હાલ અમે સાવચેતી ખાતર અમૃતા હોસ્પિટલમાં રાખેલી છે ત્યાં ડો. રાકેશ પટેલ તેને સારવાર આપી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, બાળકીને હિપના સાંધામાં ઈન્ફકેશન બાદ લોહીની ગાંઠ થયેલી છે તેને ઓસ્ટીયો માઈરાઈટીસ કહેવાય છે તેની સારવાર ચાલી રહી છે. હાલ તેનું વજન પણ વધીને ૩ કિલો થયું છે.સતત દવાઓ અને બાટલા ચડાવીને તેના આંતરડા તેમજ પેટના ઈન્ફેકશન મટાડાયા બાદ હવે તેને દુધ આપવામાં આવી રહ્યું છે અને તે સ્વસ્થ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો