જામનગર શહેરના રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા સરદાર પટેલ ચોકમાં ચાલતી ગરબી પોતાના વિવિધ પ્રાચીનરાસને કારણે પ્રખ્યાત છે. પાંચમાં નોરતે આ ગરબી દ્વારા સળગતા કપાસીયા પર મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બે મહિનાની સખત પ્રેક્ટિસ બાદ યુવકોએ આ રાસ રજૂ કર્યો હતો.
આ ગરબી સાત દાયકા જૂની છે
સળગતા કપાસિયા પર રાસ કરતા યુવકોને પગમાં કોઈ પણ જાતનું પ્રવાહી લગાવતા નથી અને માતાજી પર શ્રદ્ધા રાખી આરાસ કરે છે. હાથમાં સળગતી મશાલ અને વિવિધ સ્ટેપ લેતા યુવકો દર વર્ષે મશાલ રાસ કરે છે. પટેલ યુવક મંડળ દ્વારા છેલ્લા સાત દાયકાથી ગરીબીનું આયોજન કરવામાં આવે છે. તેમાંય મશાલ રાસ જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..