સુરતમાં ચેતવણીરૂપ ઘટના આવી સામે: વરાછાની પરિણીતાને નગ્ન વીડિયો મામલે બ્લેકમેઇલ કરનાર પૂર્વ પ્રેમીનો મિત્ર ઝડપાયો

સુરતમાં આજકાલ મહિલાઓને (Surat) પરેશાન કરવાના ગુનાઓની વણઝારી લાગી છે. એક પછી એક કિસ્સાઓ પોલીસ ફરિયાદના (Police Complain) કારણે સામે આવી રહ્યા છે. મહિલા સાથેના અત્યાચાર અને શોષણ સામે મહિલાઓ સામેથી અવાજ ઊઠાવી રહી છે, ત્યારે પોલીસ પણ તેમને મદદ કરી રહી છે. પોલીસ આવી ફરિયાદોને નોંધીને તાત્કાલિક તેનું નિવારણ લાવવા પણ પ્રયત્નશીલ છે. તેવામાં દિવાળીના તહેવાર વચ્ચે સુરતના મોટા વરાછાની (Mota Varacha) પરિણીતાએ પૂર્વ પ્રેમીને મોકલાવેલો નગ્ન વિડીયો (Nude Video) પ્રેમીના મિત્રએ વાઇરલ કરવાની ધમકી આપી I Miss You નો મેસેજ મોકલાવી પોતાની સાથે સબંધ રાખવા મજબુર કરતા પરિણીતાએ અમરોલી પોલીસ (Amroli Police station) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યેનકેન પ્રકારે પોતાની સબંધ કેળવવા માંગતા તેના મિત્રની અમરોલી પોલીસે ધરપકડ કરી છે.

સુરત ના મોટા વરાછા વિસ્તારની પરિણીતાનો ભૂતકાળમાં પ્રતીક મહેશ માંગુકીયા (ઉ.વ. 24 રહે. ક્રિષ્ણા ટાઉનશીપ, સુદામા ચોક, મોટા વરાછા) સાથે પ્રેમસબંધ હતો. પ્રેમસબંધ દરમ્યાન પ્રશાંતના કહેવાથી પરિણીતાએ પોતાનો નગ્ન વિડીયો વ્હોટ્સ અપ પર મોકલાવ્યો હતો. જો કે ત્યાર બાદ પ્રશાંત અને પરિણીતાએ રાજીખુશીથી બ્રેકઅપ કરી લીધું હતું.

તેમ છતા પ્રશાંતં વારંવાર પરિણીતાનો પીછો કરી હેરાન કરતો હતો. ઉપરાંત પ્રશાંતના મિત્ર નિશાંત રમણીક વેકરીયા (ઉ.વ. 25 રહે. રોયલ પાર્ક સોસાયટી, પુણા ગામ) એ પરિણીતાને મેસેજ કર્યો હતો કે તારા બધા વિડીયો મારી પાસે આવી ગયા છે અને હું ડિલીટ કરી દઇશ. ત્યાર બાદ આઇ મીસ યુ નો મેસેજ કર્યો હતો.

જોકે, વેકરિયાના મનમાં તો મેલી મુરાદ હતી તેણે આવું કહ્યા પછી વીડિયો ડિલિટ કર્યા નહીં અને ત્યારબાદ પરીણિતાને આઇ મીસ યુ નો મેસેજ કર્યો હતો. આઇ મીસ યુ ના મેસેજ થકી વેકરિયાએ યેનકેન પ્રકારે પરિણીતા સાથે સબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિણીતાએ ઇન્કાર કરી દીધો હતો. જેથી વેકરિયાએ અશ્લીલ મેસેજ મોકલતા પરિણીતા અને નિશાંત વચ્ચે ઝઘડો થયો હતો.

આઇ મીસ યુ ના મેસેજ થકી નિશાંતે યેનકેન પ્રકારે પરિણીતા સાથે સબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિણીતાએ ઇન્કાર કરી દીધો હતો. જેથી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદના આધારે અમરોલી પોલીસે બંને રત્નકલાકાર મિત્ર પ્રતીક અને નિશાંતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો