અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકના ત્રાસથી પરિણીતાનો આપઘાત, સાતમા માળેથી ઝંપલાવ્યું, ઘરમાંથી હાથ પકડીને પ્રેમી પરિણીતાને લઈ જતો

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં પરિણીતાએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં પરિણીતાને ઘરમાં ઘૂસીને પ્રેમી લઈ જતો હતો. આ વાતની જાણ તેના પિતાને હતી પણ આબરૂ બચાવવા માટે તેણે ફરિયાદ ન કરી. આ સમગ્ર પ્રકરણમાં પરિણીતાના પિતાએ પરિણીતાની આત્મહત્યા બાદ પ્રેમીના કારણે તેની દીકરીએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદની યુવતીના ભિલોડા લગ્ન થયા હતા
એલિસબ્રિજ પાસે ભુદરપુર ઔડાના મકાનમાં રહેતા મંગુભાઈ પરમાર (ઠાકોર)- (નામ બદલેલું છે)ની દીકરી ભારતી (ઉંવ 24)(નામ બદલેલું છે)ના લગ્ન અરવલ્લીના ભિલોડામાં રહેતા યુવક સાથે થયા હતા. ભારતીના લગ્નજીવનમાં 3 વર્ષનો એક દીકરો છે. લગ્ન બાદ ભારતી અને તેનો પરિવાર ભિલોડામાં રહેતો હતો. પણ લોકડાઉનના કારણે ભારતીના પતિને કોઇ નોકરી ન હતી. ભારતીના પતિ જ્યારે કોઈ કામથી ઘરેથી બહાર જાય ત્યારે પાડોશમાં રહેતો દિનેશ બારીયા નામનો શખસ ઘરમાં ઘૂસી જતો અને તેને અડપલાં કરતો હતો. આ વાત ભારતીએ તેના પતિ અને પિતાને પણ કરી હતી, પણ દિનેશના ત્રાસ વધતા ગયા જેથી ભારતી અને તેનો પરિવાર અમદાવાદ રહેવા આવી ગયા હતા.

ભિલોડાથી પાડોશી યુવક અમદાવાદ આવી હેરાન કરતો આ વાતની દિનેશને ખબર પડતા તે પણ અમદાવાદ આવી ગયો હતો અને વાડજમાં રબારીની ચાલીમાં રહેતો હતો. આજથી દોઢ માસ પહેલા ભારતીબેન તેમના પિયરમાં આવ્યા ત્યારે દિનેશ ત્યાં આવ્યો હતો અને ભારતીબેનને ફોન કરીને નીચે બોલાવ્યા હતા અને તેની સાથે ફરવા જવાનુ કહ્યું હતું. જેનો ઈન્કાર કરતા દિનેશે ભારતીને કહ્યુ હતુ કે જો તું નહીં આવે તો તારા ભાઈને અને પિતાને જાનથી મરાવી નાંખીશ. દરમિયાન 27મીના રોજ રાતે 11 વાગે ચંદુભાઈ પર તેમના જમાઈનો ફોન આવ્યો હતો કે ભારતી ફરી દિનેશ સાથે ગઈ છે જેથી તેમણે તેમના જમાઈને ઘરે આવી જવા કહ્યું હતું. દરમિયાન દિનેશને ફોન કરતા તેણે ભારતી તેની સાથે હોવાનુ અને તેને ઘરે મુકી જઉ છું તેમ કહયું હતું. તા 28 ના રોજ દિનેશનો મોટોભાઈ ભારતીને તેના પિતાને ત્યાં મુકી ગયો હતો.

સસરાએ જમાઈને ફોન કરી દીકરીને પાડોશી યુવક લઈ ગયાની જાણ કરી
આ દરમિયાન ભારતીના પિતાને જમાઈનો ફોન આવ્યો કે આજે ફરી ભારતી ફરી દિનેશ સાથે જતી રહી છે. ત્યાર બાદ ભારતીના પિતાએ દિનેશના મોબાઈલ પર ફોન કરતા એને ભારતીને મૂકી જવા માટે કીધું હતું. પણ તેનો મોટોભાઈ ભારતીને મૂકી ગયો હતો. આ બનાવ બાદ બીજા દિવસે સવારે ભારતીએ 7મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ સમગ્ર ઘટના અંગે ભારતીના પિતાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે ચંદુભાઈએ તેમની દીકરીને બળજબરીથી સબંધ રાખવા, ધમકી આપતા માનસિક ત્રાસને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હોવાના આક્ષેપ સાથે એલિસબ્રિજ પોલીસને ફરિયાદ આપતા પોલીસે દિનેશ બારિયાની વિરુદ્ધમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

બનાવની રાતે પિતાને ધમકીની વાત કહી હતી
ભારતીબેને પિયરમાં સાતમા માળની ગેલેરીમાંથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી તે પહેલા આગલી રાતે તેને દિનેશ બહાર લઈ ગયો હતો. આ બાબતે તેના પિતાએ ભારતીને પૂછતા તેણે કહ્યુ હતુ કે દિનેશ તેને લગ્ન કરવાનુ દબાણ કરતો હતો જેથી ભારતીબેને પોતે પરિણિત હોવાનુ અને એક દિકરો હોવાનુ કહી ઈન્કાર કરતા દિનેશે ધાકધમકી આપી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો