પરિણીત સ્ત્રી સાથેના પ્રેમ સંબંધનો આવ્યો કરૂણ અંજામ, મહુવામાં પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પછી દિવાસળી ચાંપી સળગાવી દીધો

ભાવનગરના મહુવા તાલુકાના મોણપરના ડુંગરમાં બે દિવસ પહેલાં રાખના ઢગલા સાથે મળી આવેલ નરકંકાલની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. બે દિવસ પહેલાં નાની રાજસ્થળીનો યુવાન પાતાભાઇ ગોબરભાઇ રાઠોડ (ઉ.-25) ગુમ થયો હતો. જે મામલે પોલીસે મૃતકની પરિણીત પ્રેમિકાના પતિની ધરપકડ કરી છે. બંનેને કઢંગી હાલતમાં જોતાં પતિએ પત્નીનાં પ્રેમીની ધરપકડ કરી છે.

બનાવની વિગતમાં વાત કરીએ તો, બે દિવસ પહેલાં નાની રાજસ્થળીનો યુવાન પાતા રાઠોડ ગુમ હતો. જેની ગુમ થયા હોવા અંગેની ફરિયાદ બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસને પાતા રાઠોડનો માન કંકાલ મોણપરના ડુંગરાઓમાં રાખના ઢગલામાં મળી આવ્યો હતો. જે બાદ પોલીસે પાતા રાઠોડના પરિવારને તેની ઓળખવિધિ માટે બોલાવ્યો હતો. જેમાં પરિવારે પાતા રાઠોડને ઓળખી લેતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

એક દિવસ પતિએ પત્ની અને તેનાં પ્રેમીને રંગેહાથે ઝડપી લીધા

ગનો નોંધ્યા બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક પાતા રાઠોડને એક પરિણીત સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો. અને પતિની ગેરહાજરીમાં અવારનવાર પાતા રાઠોડ પોતાની પ્રેમિકાનાં ઘરે જતો હતો. અને બંને શારીરિક સંબંધ બાંધતા હતા. પણ એક દિવસ આ બંનેને પ્રેમિકાના પતિ રમેશ રાઠોડ શારીરિક સંબંધ બાંધતા રંગેહાથે ઝડપી લીધા હતા.

પોતાની પત્નીને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોતાં જ પતિનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અને તેણે ક્રોધમાં આવી પાતા રાઠોડની હત્યા કરી દીધી હતી. અને બાદમાં તેની લાશને સળગાવી દીધી હતી. હાલ આ હત્યામાં અન્ય કોણ કોણ લોકો સામેલ છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો