કોરોનાની મહામારીમાં ઇમ્યુનિટી વધારવા આઇસ્ક્રીમ પાર્લરના સંચાલકે તજ, લવિંગ, ફુદીનો, તુલસી, આમળા, આદુ, ઈલાયચી અને કાળામરીનો ઉપયોગ કરીને આઇસ્ક્રીમ તૈયાર કર્યો

કોરોના વાઈરસની મહામારી દરમિયાનમાં દરેક વ્યક્તિ હવે ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવાનો ઉપયોગ કરે છે, ત્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકે ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદા આઇસ્ક્રીમ અને થીક શેક તૈયાર કર્યાં છે. અને ગ્રાહકો ઇમ્યુનિટી વધારવા માટે થીક શેક અને આઇસ્ક્રીમ ખાવા માટે પહોંચી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આઇસ્ક્રીમ પાર્લરના સંચાલક કહે છે કે, તજ, લવિંગ, ફુદીનો, તુલસી, આમળા, આદુ, અને કાળામરીથી આઇસ્ક્રીમ તૈયાર કર્યો

આઇસ્ક્રીમ પાર્લરના સંચાલક નરેશભાઇ શાહે જણાવ્યું હતું કે, હાલ કોરોના મહામારીને લઇને અમે ઇમ્યુનિટી વધારવા માંટે આયુર્વેદા આઇસ્ક્રીમ અને થીક શેક તૈયાર કર્યો છે. અમે તજ, લવિંગ, ફુદીનો, તુલસી, આમળા, આદુ, ઈલાયચી, બદામ અને કાળામરીનો ઉપયોગ કરીને આઇસ્ક્રીમ તૈયાર કર્યો છે. જે નાના બાળકોથી લઇને મોટા લોકોને ભાવે એવો છે. ઉકાળો લોકોને કડવો લાગતો હોય છે પરંતુ આઇસ્ક્રીમ ખાવાની લોકોને મજા આવતી હોય છે.

અમારો આઇસ્ક્રીમ અને થીક શેક ઇમ્યુનિટી વધારવા માટે ખુબ જ ઉપયોગી છે

આઇસ્ક્રીમ પાર્લરના સંચાલક દીપેશભાઇ અને ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે, અમારો આઇસ્ક્રીમ અને થીક શેક ઇમ્યુનિટી વધારવા માટે ખુબ જ ઉપયોગી છે અને લોકો ઘણા ગ્રાહકો આઇસ્ક્રીમ ખાવા માટે આવે છે અને તેને પસંદ પણ કરે છે.

ગ્રાહકો કહે છે કે, આયુર્વેદા આઇસ્ક્રીમનો ટેસ્ટ ખુબ સારો છે

આઇસ્ક્રીમ ખાવા માટે આવેલા ગ્રાહકોએ જણાવ્યું હતું કે, આયુર્વેદા આઇસ્ક્રીમનો ટેસ્ટ ખુબ જ સરસ છે અને તેનાથી ઇમ્યુનિટી વધે છે, તે ખુબ જ સારી બાબત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો