સુરતના વરાછામાં પોલીસ મથકમાં (Police Station)માં લવાયેલા આંકડા-જુગારના આરોપીનું કથિત રીતે ખેંચ આવતા મોત (Death) થયું હતું. આરોપીના મોત બાદ તેના મતૃદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો ત્યારે ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. પોલીસ જ્યારે મૃતદેહને પીએમ માટે લઈ આવી ત્યારે આરોપીનું પરિવાર ત્યાં પહોંચીં ગયું હતું અને આરોપીનાં પત્નીએ (wife) ચોધાર આંસુએ રડતા રડતા કહ્યું હતું કે ‘મારા પતિને મારી નાખ્યા, મેં કહ્યું હતું કે તેમને ન લઈ જાવ, આ પોલીસ વાળો કોણ છે, એમનું નામ પણ નથી કહેતા’
પોલીસના જણાવ્યા મુજબ વરાછાના દિપક મોદી નામના આધેડને આંકડા-જુગારના કેસમાં પોલીસ મથકે લઈ આવ્યા હતા. દરમિયાન તેને ખેંચ આવતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક મોદી ખમણની લારી ચલાવી ગુજરાત ચલાવતા હતા પોલીસના મતે તે આંકડા-જુગારના આરોપી હતા.
પત્ની અને પુત્રના આંક્રદથી સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું. પરિવાર પોલીસને પૂછી રહ્યો હતો કે કેવી રીતે મોત થયું જોકે, પોલીસે આ મામલે મગનું નામ મરી પાડવાનું ઉચિત સમજ્યું નહોતું અને ખેંચ આવતા મોત થયા હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત અહેવાલો મુજબ આરોપી દિપક મોદી દિવ્યાંગ હતા અને ખમણની લારી ચલાવતા હતા.
પરિવારના જણાવ્યા મુજબ તેમને પોલીસ આંકડો જુગાર રમવાના ખોટા આરોપસર ઉઠાવી ગઈ હતી. દિવ્યાંગ હોવા છતાં તેમને અમાનુષી અત્યાચાર કરી મારી નાખ્યા હોવાનો પરિવારે સ્મીમેર હૉસ્પિટલના પટાંગણમાં આરોપ મૂકતા ખળભળાટ મચી ગયો હતો.
પત્નીએ આ મામલે ઉચ્ચ અધિકારીઓને મળી અને હત્યાનો ગુનો દાખલ કરવા માંગણી કરી હતી.
સ્મીમેર હૉસ્પિટલના કેમ્પસમાં પરિવાર ખૂબ આક્રોશમાં જોવા મળ્યો હતો. પરિવારે આ રહસ્યમય મોત મામલે પોલીસને અનેક સવાલો પૂછ્યા હતા પરંતુ પોલીસે એક જવાબ આપ્યો નહોતો. આમ પરિવારના આક્ષેપો સાચા હોય તો ફરી એક વાર વરાછા પોલીસ પોલીસ મથકનાં મોતના મામલે વિવાદમાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..