કેશોદના મધરવાડા ગામના યુવાને કૂવામાં ઝંપલાવી આપઘાત કરતા ખળભળાટ, પોલીસની હેરાનગતીએ યુવાનનો જીવ લીધો હોવાનો આક્ષેપ

કેશોદ તાલુકાના મધરવાડા ગામમાં એક યુવાને કુવામાં ઝંપલાવી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, પોલીસની ખોટી હેરાનગતિ અને પોલીસના મારથી બચવા માટે યુવાને કુવામાં ઝંપલાવી મોત વ્હાલુ કરી દીધુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કેશોદના મધરવાડા ગામના યુવાને કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતાં નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢ એલ. સી. બી પોલીસ દ્વારા મધરવાડા ગામના આઠથી દસ યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવી ઢોર માર મારતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.

વિગતે ઘટના જોઈએ તો, ત્રણ વર્ષ પહેલા થયેલ એક હત્યા ના બનાવ મા મધરવાડા ગામ ના યુવાનોને પૂછપરછ માટે બોલાવી ઢોર માર માર્યો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આજે પણ મૃતક યુવાન નવનીત લાખાભાઈ હેરભાને બોલાવવામાં આવ્યો હતો, પણ મૃતક યુવાને પોલીસના મારના ડરથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે, મૃતક યુવાન સિવાય બીજા યુવાનોને માર મારવામાં આવ્યો હતો તે પણ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે.

મૃતકના પરીવારજનોએ લાશ સ્વીકારવા નો ઈન્કાર કરી દેતા મામલો ગરમાયો હતો અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે પગલા ભરવાની માંગ કરતા એ. એસ. પી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ત્યાં હાજર મૃતકના પરિવારજનો અને ગામલોકો સાથે ચર્ચા કરી હતી બાદમાં મૃતકની લાશ કુવામાંથી બહા કાઢી કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ગ્રામજનો દ્વારા મૃતકનુ પેનલ પી.એમ. કરવામાં આવે તેવી માંગણી કરવામા આવી છે. હાલ જૂનાગઢ પોલીસનો મોટો કાફલો કેશોદ ખડકી દેવામાં આવ્યો છે. બનાવને પગલે મધરવાડા સરપંચ દ્વારા પણ બનાવને વખોડવામા આવ્યો છે અને જવાબદાર લોકો સામે પગલા લેવા માંગ કરી છે. સત્ય જે હોય તે પણ યુવાનના આપઘાતના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો