અમદાવાદમાં વરસતા વરસાદમાં ખેલાયો ખૂની ખેલ, તલવારના 10થી વધુ ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા

શનિવારની રાતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે જ શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં એક યુવકને અંગત અદાવતમાં તલવારના 10થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે પરિવારનો આક્ષેપ છે કે, હત્યા કરનાર દિલીપ ઉર્ફે ટાઇગરનો આ વિસ્તારમાં ત્રાસ હતો જ અને અંગત અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.

અમરાઈવાડીના સત્યનારાયણ નગરમાં આવેલી રાવજી પટેલની ચાલી ખાતે મોડી રાતથી વહેલી સવારના સમય વચ્ચે ભોલા નામના એક યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા આ હત્યા કરનાર દિલીપ ઉર્ફે ટાઇગર અને તેની સાથે અન્ય શખ્શો હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દિલીપ ઉર્ફે ટાઈગરે યુવતીની બાબતમાં ભોલા નામના યુવક સાથે ઝગડો કર્યો હતો. ઝગડો કર્યા બાદ ગઈકાલે વરસાદ વરસતો હતો ત્યારે દિલીપે આ ભોલાને બોલાવી તેની પર હુમલો કર્યો હતો. મૃતકના પરિવારનું કહેવું છે કે, દિલીપ ટાઇગર દારૂ પીધેલો હતો અને તેણે તલવારના 10થી વધુ ઘા મારી હત્યા કરી છે.

પોલીસે આ મામલે મૃતકના પરિવારની પણ પૂછપરછ હાથ ધરી છે. તેઓએ પોલીસને જણાવ્યું છે કે, દિલીપ ટાઇગર માથાભારે વ્યક્તિ છે. અગાઉ પણ તેણે અનેકવાર ઝગડા કરી મારામારી કરી હતી. ત્યારે દિલીપ સહિતના તમામ લોકો ફરાર થઈ જતા અમરાઈવાડી પોલીસે આ મામલે ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો