રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે, કોરોના વાયરસના સંક્રમણની બચવું હોય તો નાગરિકો યોગ્ય સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાની આદત પાડીને જીવનનો એક ભાગ બનાવે તે અત્યંત જરૂરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ નાગરિકોને આ ખાસ સૂચન કરાયું છે.રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિની વિગતો આપતા શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે નાગરિકો અવરજવર ઓછી કરે અને કામ વગર ઘરની બહાર ન નીકળે તથા એકબીજા સાથેનો સંપર્ક પણ ઓછો કરે તે જરૂરી છે. અગાઉ કહ્યું છે કે, ટુ વ્હીલર ઉપર એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં બેથી વધુ વ્યક્તિ મુસાફરી કરતા હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી હાથ ધરાશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
તેમણે ઉમેર્યું કે સંક્રમિત વિસ્તારોમાં વધુ તકેદારી રાખવા માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જ્યાં સંક્રમણ વધુ છે તેવા ગ્રીન ઝોન વાળા વિસ્તારમાં સંક્રમણ ન ફેલાય તે માટે નાગરિકો જાગૃત બનીને લૉકડાઉનનો ચુસ્ત અમલ કરી ઘરમાં જ રહી તકેદારી રાખે તે જરૂરી છે.તેમણે કહ્યું કે, લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોવાના બનાવોની 100 નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. ગઈકાલે 100 નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં 43 ગુના દાખલ કરાયા છે.
શિવાનંદ ઝાએ ઉમેર્યું કે જ્યાં સંક્રમણ વધુ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે લૉકડાઉન દરમિયાન આપેલી છૂટછાટ રદ કરી શકાય છે તે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલી છૂટછાટો રદ કરવાનો નિર્ણય કર્યો છે. અને તેના ચુસ્ત અમલ માટે SRPની એક કંપની ફાળવવામાં આવી છે.
પોલીસ પર થયેલા હુમલા અંગે વિગતો આપતા શ્રી ઝાએ કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 25 એપ્રિલના રોજ જીઆરડી જવાન ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે.
શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી 306 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 9,795 ગુના દાખલ કરીને 19,153 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 74 ગુના નોંધીને 84 લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી 1,908 ગુના નોંધી 2,892 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે ગઇકાલે 27 ગુનામાં ૩૩ લોકોની જ્યારે આજસુધીમાં 361 ગુનાઓ દાખલ કરીને 591 લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ જ રીતે, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇકાલ સુધીમાં 19 અને અત્યારસુધીમાં કુલ 544 ગુના દાખલ કરીને 1124 આરોપીની અટકાયત કરી છે. જેમાં ગઇકાલે 14 એકાઉન્ટ સહિત અત્યારસુધીમાં કુલ 496 એકાઉન્ટ બંધ કરાયા છે. વિડીઓગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ગઇકાલે અનુક્રમે 133 જ્યારે કુલ 1234 અને 54 જ્યારે કુલ 650 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલે 28 તેમજ કુલ 456 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
જાહેરનામા ભંગના ગુનાની વિગતો આપતાં શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, તા.28/04/2020 થી આજ સુધીમાં કુલ 2,630 કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા 924 તથા 485 અન્ય ગુનાઓ (રાયોટીંગ/Disaster Management Actના) મળી 4,039 ગુનાઓમાં કુલ 4,971 આરોપીઓની એમ અત્યારસુધીમાં કુલ 1,07,100 લોકોની અટકાયત કરવામાં આવી છે. લૉકડાઉનના ભંગ બદલ ગઇકાલે 7,660 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત રોજ 7,321 વાહનો મુક્ત કરવાની સાથે અત્યાર સુધીમાં કુલ 1,35,143 વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..