સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં દુ:ખથી લોકો ખૂબ ગુસ્સે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભેદભાવનો શિકાર બન્યો છે. સોશિયલ મીડિયા પર સતત નેપોટિઝમની ચર્ચા થઈ રહી છે. લોકો કેટલાક કલાકારો, નિર્માતાઓ અને દિગ્દર્શકોની ફિલ્મોનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. આ દરમિયાન ઘરે ઘરે ફેમસ ગાયિકા મૈથિલી ઠાકુરે એક નિર્ણય કર્યો છે. મૈથિલી સંગીત માટે એક જાણીતું નામ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સોશિયલ મીડિયા સ્ટાર મૈથિલી ઠાકુર નાની ઉંમરે ધૂમ મચાવી રહી છે. ફેસબુક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર ગીત ગાતી રહેલી મૈથિલી તેના ભાઈઓ સાથે આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે. પરંતુ સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી મૈથિલી ઠાકુર ખૂબ જ દુ:ખી છે અને તેથી જ તેણે બોલિવૂડનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. મૈથિલીએ તેના ભાઈ ઋષભ ઠાકુરની યુટ્યુબ ચેનલ પર જાહેરાત કરી હતી કે, હવેથી તે બોલિવૂડના ફિલ્મના ગીતો નહીં ગાય. મૈથિલીએ કહ્યું કે, ભૂતકાળમાં બનેલી ઘટનાએ તેમના પર ઘણી અસર કરી છે.
મૈથિલીએ કહ્યું, ‘હવેથી અમે બોલિવૂડનાં ગીતો નહીં ગાઈશું. મને ખબર નથી કે આ પાછળનું કારણ શું છે. મને સમજાતું નથી પરંતુ આ વાત મારા અંદરથી આવી તો મેં તેના વિશે મારા પિતા સાથે વાત કરી. છેલ્લા કેટલાક દિવસોથી આ વાતો મારા મગજમાં આવી રહી છે. ઘણી બધી વાતો અમે સાંભળીએ છીએ, જોઈ રહ્યા છીએ. સોશિયલ મીડિયા પર પણ એ જ વાતો થઈ રહી છે કે બોલિવૂડમાં કેટલી ખોટી ખોટી વસ્તુ બની રહી છે.
મૈથિલીએ આગળ કહ્યું કે, ‘કેટલીક બાબતો અમારી સાથે પણ બની છે, પણ એને દબાવી દેવામાં આવે છે. આપણે એને છોડી દઈએ છીએ અને વિચારી લઈએ છીએ કે આપણે હમણાં સંઘર્ષ કરી રહ્યા છીએ. અમને જે વસ્તુ પસંદ છે એને સારી રીતે કરીશું અને જે નથી ગમતી ને નહીં કરીએ. હું જુદી જુદી ભાષાઓમાં ગીતો ગાંઉ છું. પરંતુ હવેથી અમે બોલિવૂડનાં ગીતો નહીં ગાઈશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..