કોરોના સંક્રમણનો ભોગ બનેલા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફના બ્રધર(મેઈલ નર્સ)નું અવસાન થયું છે. પ્રાઇવેટ યુનિક હોસ્પિટલમાં તેઓ દાખલ હતાં. કોરોનાની લગભગ 1 મહિનાની સારવાર દરમિયાન તેઓનું કાલે સવારે નિધન થયું છે. 1 મહિના પહેલા તાવ શરદી અને ખાંસી હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ ઓક્સિજન લેવલ ઘટી જવાથી ICU(ઈન્સેન્ટીવ કેર યુનિટ)માં હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો છેલ્લા દસ દિવસથી વેન્ટિલેટર પર હતા તેઓને પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હોસ્પિટલ પરિસરમાંથી અંતિમ વિદાય અપાઈ હતી.
સુનિલ નિમાવતએ સેન્ટરમાં પણ ફરજ બજાવી હતી. તેમજ આ કોરોના પોઝિટિવમાં ફરજ બજાવી હતી. બીજા રાઉન્ડમાં સ્ટેમસેલ બિલ્ડીંગમાં પોઝિટિવ વોર્ડમાં ફરજ પર હતાં. આ દરમિયાન ચાર દિવસ બાદ તેઓને અચાનક તાવ શરદી અને ખાંસી થતા દાખલ કરવામાં આવ્યા હતા નર્સિંગ એસોસિએશન ઘેરા દુઃખની લાગણી સાથે યુનિક હોસ્પિટલ ખાતે નર્સિંગ પરિવારના સદસ્યો અને તેમના પરિવારજનો સાડા દસ કલાકે અંતિમ વિદાય આપી હતી.
અકસ્માતમાં આબાદ બચાવ થયેલો
મૂળ ભાવનગરના રહેવાસી એવા સુનિલ નિમાવત લગભગ 20 વર્ષથી નોકરી પર હતાં. તેમને પરિવારમાં બે સંતાન છે. 46 વર્ષના સુનિલભાઈનો થોડા મહિનાઓ પહેલા જ વાપી નજીક અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો.સુનિલભાઈએ તેમની કારકીર્દીમાં જામનગર, મોરબી અને પોરબંદર બાદ સુરતમાં નોકરી કરતાં હતાં. તેઓ 6 વર્ષથી સુરતમાં હતાં. આ દરમિયાન કોરોના સંક્રમણ થયા બાદ બે વાર રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ત્રીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 10 દિવસના રાઉન્ડ બાદ પોઝિટિવમાં 4 દિવસ નોકરી કરી હોવાનું સિવિલ હોસ્પિટલથી જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..